Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાને ખાળવા ૩પ૦ થી વધુ CRPFની કંપનીને ફરજ સોંપાશે : ભારે એલર્ટ

નવી દિલ્‍હી : અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની દહેશતના પગલે હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઈના રોજ શરૂ થવા જઈ રહી છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. બીજી તરફ, જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળ સતત આતંકીઓનો ખાતમો બોલાવી રહ્યું છે. ત્યારે આતંકીઓ ઉશ્કેરાઈને કોઈ આતંકી ઘટનાને અંજામ આપી શકે છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમરનાથ યાત્રા દરમિયાન ફિદાયીન હુમલો આતંકીઓ કરી શકે છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબાના બદલે નાના પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન અલ બદ્ર અને અલ ઉમર મુજાહિદ્દીન સુરક્ષા એજન્સીઓને ચકમો આપીને અમરનાથ યાત્રાની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓને નિશાન બનાવી શકે છે.

(12:56 pm IST)