Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

NDA સરકારની સેકન્‍ડ ઇનિંગ્‍સમાં ર૦ર૪ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની વડાપ્રધાનની નેમ

નવીદિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં નીતિ આયોગની ગર્વનર કાઉન્સલની પાંચમી મિટિંગ આજે મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ સુધી ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના કદના અર્થતંત્ર બનાવવાનો ઉદેશ્ય પડકારરુપ છે પરંતુ આ ઉદ્દેશ્યને હાંસલ કરી શકાય છે. રાજ્યોના સંયુક્ત પ્રયાસો પણ આના માટે જરૂરી રહેશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સિવાય તમામ રાજ્યોના મુખ્યમંત્રી આ મિટિંગમાં ઉપસ્‍થિત રહ્યા હતા. સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મોદીએ નીતિ આયોગમાં ભારપૂર્વક કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રને પરિપૂર્ણ કરવામાં નીતિ આયોગની ચાવીરુપ ભૂમિકા રહેલી છે. આ મિટિંગમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. મોદીએ કહ્યું હતું કે, હવે અમે પરફોર્મન્સ, ટ્રાન્સપરન્ટી અને ડિલિવરીના આધાર પર ગવર્નન્સ સિસ્ટમની દિશામાં આગળ વધી રહ્યા છે. સ્કીમોના જમીની અમલીકરણ અંગે આગળ વધવાની જરૂર છે. તમામ સ્કીમોને વહેલીતકે અમલી કરીને તેના લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે જરૂરી છે. ગવ‹નગ કાઉÂન્સલના તમામ સભ્યોને સરકારી માળખુ રચવા મદદરુપ થવાની અપીલ કરી હતી. લોકોના વિશ્વાસ માટે કામ કરવાનો સમય છે. હાલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા હાલમાં પૂર્ણ થઇ છે.

 

(12:54 pm IST)