Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

પશ્‍ચિમબંગાળના ડૉક્ટરો મમતા બેનર્જીની લડાઈને અહંકાર ગણે છે જયારે ડોકટરો માટે અસ્‍તિત્‍વનો સવાલ છે : ડોકટરોમાં ભારે નારાજગી

નવી દિલ્‍હી :  પશ્વિમ બંગાળમાં ડોક્ટરની હડતાળ બાદ મમતા સરકારે ડોક્ટરની તમામ માગને માની છે. આ સાથે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયારી દર્શાવી છે. પરંતુ ડોક્ટરોનું કહેવુ છે કે, વાતચીત માટેની જગ્યા અને સમય અમે નક્કી કરીશું. જ્યા રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે વાતચીત કરવામાં આવશે.

મમતા બેનર્જી અમારી સાથે બંધ બારણે બેઠક કરવા બોલાવી રહ્યા છે. પરંતુ બંધ બારણે બેઠક કરવાની અમે મનાઈ કરી છે. ડોક્ટરોએ કહ્યુ કે, આ લડાઈ મમતા બેનર્જી માટે અહંકારની છે. જ્યારે અમારા માટે અસ્તિત્વની લડાઈ છે. ડોક્ટર પર જે હુમલો કરવામાં આવ્યો તે સુનિયોજીત હુમલો હતો.

રાજ્યમાં સતત ડોક્ટર પર હુમલા કરવામાં આવે છે. તેમ છતા સરકાર આ મામલે કોઈ કડક કાર્યવાહી કરવા માટે તૈયાર નથી. અને મમતા બેનર્જી ડોક્ટરની તુલના પોલીસ સાથે કરે છે. જેથી રાજ્યમાં મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(11:41 am IST)