Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

વાયુએ ભલે નુકશાન ઓછું કર્યુ પણ ચોમાસાને બ્રેક લગાવી દીધી : ચોમાસાને સક્રિયા થતા હજુ આઠ દિવસ લાગશે

નવી દિલ્‍હી : વાયુ વાવાઝોડાના પગલે હવે ભારતમાં ચોમાસુ મોડુ આવે તેવી શક્યતા છે. વાયુ વાવાઝોડાના કારણે ભારતમાં ચોમાસુ કર્ણાટકમાં અટક્યું છે. તો દેશના અનેક વિસ્તારોમાં હજુ પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ નથી.

વાવાઝોડાના કારણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, પરંતું વાયુના કારણે ચોમાસાની આગળ વધવાની ગતિ ધીમી પડી છે. જૂનના પહેલા નવ દિવસમાં વરસાદની 45 ટકા ઘટ સામે આવી છે. તો ખરીફ વાવેતરમાં પણ નવ ટકાનો ઘટાડો થયો છે.

મહત્વનું છે કે, વર્ષ 2014 બાદ દેશમાં સૌથી નબળા ચોમાસાની શરૂઆત થતી જોવા મળી છે. જોકે, સામાન્ય રીતે દેશમાં જૂનના પ્રથમ સપ્તાહમાં 32.4 મીલીમીટર વરસાદ પડતો હોય છે. પણ આ વખતે દેશમાં જૂનના પ્રથમ સપ્તાહમાં 17.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ત્યારે ચોમાસુ હજુ મોડુ બેસે તેવી આશંકા છે.

(11:38 am IST)