Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રેલવેનું ઓપરેશન થંડર:16 ઝોનના 205 શહેરમાં કાર્યવાહી : 387 દલાલોની ધરપકડ :37 લાખથી વધુની ટિકિટો જપ્ત

આરપીએફ દ્વારા ટિકિટની કાળાબજારી કરતા દલાલો પર મોટી કાર્યવાહી

 

નવી દિલ્હી :રેલવેની ટિકિટની કાળાબાજરી કરતા દલાલો સામે જોરદાર તવાઈ બોલાવાઇ છે રેલવેમાં ગેરકાયદેસર રીતે ટિકિટની કાળાબજારી કરનારા દલાલો પર રેલવે પોલીસે અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ દેશનાં 16 ઝોનના 205 શહેરોમાં એક સાથે ઓપરેશન થંડર ચલાવ્યું. જેમાં 387 દલાલોને જેલમાં ધકેલી દીધા હતા

    દલાલો પાસેથી આશરે 37 લાખ 22 હજાર અને 253 રૂપિયાની ટિકિટ જપ્ત કરાઇ. જેના પર આશરે 50 હજાર લોકો મુસાફરી કરવાના હતા. ખોટી રીતે બુક કરાયેલી ટિકિટને રેલવેએ રદ્દ કરી દીધી છે. દલાલો ટિકિટના બદલામાં લોકો પાસેથી ભાડા ઉપરાંત 200થી 5000 રૂપિયા સુધીનું કમિશન લેતા હતા

   આરપીએફ દ્વારા ચલાવાયેલા ઓપરેશનમાં 375 કેસ નોંધવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન ઘણા દલાલ દુકાન છોડીને નાસી ગયા હતા. દલાલો જે આઇડીથી ટિકિટ બનાવતા હતા તેને બંધ કરીને 37 લાખ રૂપિયાની ટિકિટ રદ્દ કરી દેવાઇ છે.

  રેલવે પોલીસે સાઇબર સેલ અને આઇટી સેલ સાથે મળીને દિલ્હી, ભોપાલ, જયપુર, ભાગલપુર, જબલપુર, અંબાલા, મુગલસરાય સહિત દેશના 205 શહેરોમાં કાર્યવાહી કરી હતી. 387 દલાલો પાસેથી કુલ 22 હજાર 253 ટિકિટ જપ્ત કરાઇ છે. ઘણા શહેરોમાં દલાલો લાલ મિર્ચી નામના સોફ્ટવેરથી ટિકિટ બુક કરતાં હતાં.

 

(12:00 am IST)