Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધી વડાપ્રધાન મોદીની મુલાકાત ;રાજ્યના વિકાસ અંગે ચર્ચા કરી

સતત બીજી વાર જન સમર્થન પ્રાપ્ત કરીને વડાપ્રધાન પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી :રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  દિલ્હીમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત લીધી હતી અને રાજ્યના વિકાસ અંગે ચર્ચા કરી હતી

  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ  આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં  નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સિલની પાંચમી બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની શુભેચ્છા મુલાકાત લઈ ને રાજ્ય ના વિકાસ અંગે  ચર્ચાઓ કરી હતી.

   મુખ્યમંત્રીએ પીએમ  નરેન્દ્ર ભાઈ મોદી ને સતત બીજી વાર  જન સમર્થન પ્રાપ્ત કરીને વડાપ્રધાન પદ  સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

(12:00 am IST)