Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ભારે નાટકિય વળાંકો બાદ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ પ્રવિણ વર્ગીસની હત્‍યાનો આરોપી બેથ્‍યુન દોષિત પૂરવાર : જેકસન કાઉન્‍ટી જયુરીએ સર્વાનુમતે આપેલા ચુકાદાથી મૃતકની માતાએ સંતોષ વ્‍યકત કર્યો

ઇલિનોઇસ :  અમેરિકાની સાઉધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ પ્રવિણ વર્ગીસની જુન ર૦૧૪માં હત્‍યા કરવાના આરોપી બેથ્‍યુનને જેકસન કાઉન્‍ટી જયુરીએ કસૂરવાન ગણ્‍યો છે. જો કે તેણે પ્રવિણને લૂંટી લેવા માટે હત્‍યા કર્યાનું પુરવાર થયુ નથી તેમ છતાં હત્‍યા કરનારાને હવે જયુરી સજા ફરમાવશે જેની તારીખ હવે નક્કી થશે.

જયુરીના આ ચુકાદાથી પ્રવિણ વર્ગીસની માતા લવલી વર્ગીસએ ન્‍યાય મળવા બદલ સંતોષ વ્‍યકત કર્યો હતો. તથા પોતાના પુત્રના આત્‍માને શાંતિ મળશે તેવી આશા વ્‍યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રવિણનું મોત થયા પછી તેના પરિવારજનોએ બીજી વખત પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ કાઢવવાનો આગ્રહ રાખતા તેની હત્‍યા કોઇ પ્રહારથી થઇ હોવાનું ખુલ્‍યુ હતું તથા આરોપીએ પણ બાદમાં પોતે હત્‍યા કરવાની કબુલાત આપી દીધી હતી.

(11:02 pm IST)
  • ગુરુવારે હાઈકોર્ટે ડૉ. આરસી શાહની પૂર્વ ધરપકડ જામીન અરજીને રદ્દ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આરસી શાહ અમદાવાદ નગરપાલિકાનાં અધીક્ષક હતા અને લાંચ લેવાના ગુનામાં સસ્પેન્ડ કરાયા હતા. ગુજરાત હાઈકોર્ટે આ જામીન અરજી પર નિર્ણય સંભળાવતા કહ્યુ કે, ભ્રષ્ટ અધિકારીઓ અને મંત્રીઓ સમાજ માટે ભાડાના હત્યારોઓથી પણ વધારે ખતરનાક છે. access_time 1:03 am IST

  • મુંબઈમાં આજે સવારથી બહારના વિસ્તારોમાં વાદળાઓની જબ્બર જમાવટ છે : વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાયો છે access_time 11:28 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ ગઠબંધનમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ : હવે રાજ્યના નવા બજેટને લઈને બન્ને પક્ષો થયા સામસામે : કોંગ્રેસ પુરક બજેટ લાવવા માટે આગ્રહ કરે છે જ્યારે જેડીએસ નવાજ બજેટની જરૂર હોવાની વાત પર અડી access_time 12:42 am IST