Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ખાલિસ્તાનના મુદ્દે વલણને સ્પષ્ટ કરવા કેપ્ટનની માંગ

કેજરીવાલ પાસે જવાબની માંગ

ચંદીગઢ, તા.૧૬ :કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખાલિસ્તાન આંદોલનના પ્રશ્ને વલણ સ્પષ્ટ કરવા માટે આદેશ કરી દીધો છે. આ પહેલા પંજાબ વિધાનસભામાં પ્રતિ પક્ષ આમ આદમી પાર્ટીના નેતા સુખપાલસિંહ ખેરાએ એક નિવેદન કરીને હોબાળો મચાવી દીધો હતો. તેઓએ ખાલિસ્તાનનું સમર્થન કર્યું હતું. કેપ્ટન અમરિન્દરસિંહે અરવિંદ કેજરીવાલને ટ્વીટર ઉપર ટેગ કરીને કહ્યું છે કે નેતા પ્રતિપક્ષ સુખપાલસિંહ ખેરા દ્વારા જનમત સંગ્રહ ૨૦૨૦ ખાલિસ્તાનનું સમર્થન કરવા તેઓ વિરોધ કરે છે. આ પ્રયાસ પંજાબને ભારતથી અલગ કરવાના પ્રયાસના ભાગરૂપે છે. કેજરીવાલ આ મામલા પર પોતાનું વલણ સ્પષ્ટ કરે તે ખૂબ જરૂરી છે. પોતાની  પાર્ટીના લોકોને જવાબદારીભર્યું વર્તન કરવા માટે અરવિંદ કેજરીવાલ સૂચના આપે તે ખૂબ જરૂરી છે. કેજરીવાલ હાલમાં ચારેબાજુથી વિવાદનો સામનો કરી રહ્યા છે. આ પહેલા સુખપાલસિંહ ખેરાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ૨૦૨૦ જનમત સંગ્રહના મતદાર તરીકે નથી પરંતુ આ કહેવામાં તેઓ ખચકાટ અનુભવ કરતા નથી કે વિભાજન બાદથી શીખ સમુદાયના લોકો સાથે ભેદભાવ વધ્યા છે. દરબારસાહિબ ઉપર હુમલા અને ૧૯૮૪ના હત્યાકાંડના કારણે આ તમામ બાબતો બની છે.

(7:21 pm IST)