Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

IAS હડતાલ રાષ્ટ્રપતિ શાસન સમાન જ બની છે :કેજરીવાલ

અરવિંદ કેજરીવાલના છઠ્ઠા દિવસે ધરણા પ્રદર્શન :૧૪મી મેના દિવસે એક દિવસમાં ૧૭ લોકોના મોત થઇ ગયા હતા :વર્ષ ૨૦૦૧ બાદથી સૌથી ભયાનક આંકડાઓ

નવી દિલ્હી, તા.૧૬ :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીમાં આઈએએસ અધિકારીઓની હડતાલને રાષ્ટ્રપતિ શાસન તરીકે ગણી શકાય છે. કેજરીવાલે આજે છઠ્ઠા દિવસે પણ સરકારમાં પોતાના સાથીઓની સાથે ધરણા પ્રદર્શનનો દોર જારી રાખ્યો હતો. કેજરીવાલની સાથે નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા, પ્રધાન સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય દ્વારા પણ ધરણા પ્રદર્શન જારી રાખવામાં આવ્યા હતા. તેમની માંગ છે કે એલજી અનિલ બૈજલ આઈએએસ અધિકારીઓને પોતાની હડતાલ ખતમ કરવા માટેનો આદેશ આપી શકે છે અને ડોર સ્ટેપ રેશનીંગની ડિલીવરીને મંજુરી આપી શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આઈએએસ અધિકારીઓ ખરા અર્થમાં કામ કરી રહ્યા નથી. આને રાષ્ટ્રપતિ શાસન તરીકે ગણી શકાય છે. દિલ્હીમાં આઈએએસ અધિકારીની હડતાલ મારફતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવી રહ્યું છે. પ્રધાન સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદીયાએ ગયા મંગળવારના દિવસે એલજી સચિવાલયના વેઈટીંગ રૂમમાં ધરણા પ્રદર્શનની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિટીંગમાં સામેલ થવા બદલ અધિકારીઓની સાથે સામેલ થવા માટે કહ્યું છે. મોદીને લખવામાં આવેલા પત્રમાં કેજરીવાલે કહ્યું છે કે વડાપ્રધાન આઈએએસ અધિકારીઓની હડતાલને ખતમ કરાવી શકે છે. રવિવારના દિવસે થનારી નીતિ આયોગની બેઠક યોજાઈ શકે તે માટે જરૂરી પગલા મોદી તરફથી લેવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ આઈએએસ ઓફિસર એસોસિએશને કહ્યું છે કે કોઈપણ અધિકારી હડતાલ ઉપર નથી. શુક્રવારના દિવસે મનિષ સિસોદીયાએ એક ટ્વીટ વીડિયો મારફતે કહ્યું હતું કે જો તેમને બળજબરીપૂર્વક દુર કરવામાં આવશે તો પાણી પીવાનું પણ બંધ કરી દેશે. સિસોદીયાએ આજે એલજીને ઈદના પ્રસંગે શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે રાજભવનમાં અમે બેઠેલા છીએ. છેલ્લા પાંચ દિવસથી અમે રાજભવનમાં છીએ. ઈદ પર મળવાના બહાને પણ બોલાવી શકાય છે. સૂત્રોનું કહેવું છે કે જ્યારથી એલજી સચિવાલયમાં મંત્રીઓએ પોતાની કામગીરી ધરણા પ્રદર્શન તરીકે શરૂ કર છે ત્યારથી તેઓ એલજી પોતાના ઘરમાં કામ કરી રહ્યા છે. ત્રણ તબીબોની એક ટીમને પણ મંત્રીઓના આરોગ્યની ચકાસણી માટે ગોઠવી દીધી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર વ્યાપક રીતે એલજી અને કેન્દ્ર સરકાર સાથે ખેંચતાણમાં રહી છે. જોકે આ ખેંચતાણના લીધે જ એલજી અને સરકાર અસરકારક રીતે કામગીરી અદા કરી રહ્યા નથી. સામાન્ય લોકોના પ્રશ્નો ઉકેલાઈ રહ્યા નથી.

(7:20 pm IST)