Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

૮૭ વર્ષ જુના આંબા પર બનાવ્યું ચાર માળનું ઘર

ઉદયપુર તા ૧૬ : રાજસ્થાનના ઉદયપુરની  ચિત્રકુટનગર કોલોનીમાં એક પ્રકૃતિપ્રેમીએ આંબાના વૃક્ષ પર જ ચાર માળનું આલીશાન મકાન બનાવી દીધું છે. ઇન્સ્ટિટયુટ ઓફ કાનપુરમાંથી સિવીલ એન્જીનીયરીંગમાં ગ્રેજયુએટ થયેલા કે.પી. સિંહ નામના ભાઇએ પોતાના માટે જાતે જ ઘર ડિઝાઇન કર્યુ છે.આબાની એકેય ડાળીને તેમણે નુકશાન નથી પહોચનડયું. જમીનથી  લગભગ નવ ફુટ ઉંચે ફાઇબર અને સ્ટીલની મદદથી ત્રણહજાર સ્કવેર ફુટમાં ફેલાયેલા આ ઘરમાં તમામ સુવિધાઓ છે.જયાં આ આંબા-ઘર છે. ત્યાં પહેલા એક મોટી વાડી હતી. એમાં લગભગ ચાર હજાર વૃક્ષો કાપવા માટે ૨૦ લાખ રૂપિયાનો કોન્ટ્રેકટ આપવામાં આવ્યો હતો. જયારે કે.પી.સિંહને આ વાતની ખબર પડી ત્યાર ેતેમણે એ જગ્યાના સોૈથી જુના વૃક્ષને બચાવવાનું વિચાર્યુ વીસ પહેલા જયારે તેમણે વૃક્ષ પર તમામ સૂવિધાવાળું ઘર બનાવીને રહી શકાય એમ છે એવી કલ્પના કરેલી ત્યારે આભાઇએ તેમન ેપાગલ કહીને હસી કાઢયા હતા. પણ આજે એ ઘર તેમની પરિલ્પનાને સાકાર કરતી હકીકત બની ગયું છે. આંબાની એક ડાળ પણ તેમણે કાપી નથી. આ ડાળીઓ કિચન, બાથરૂમ, બેડરૂમ, બાથરૂમની દીવાલોમાંથી આરપાર નીકળી રહી છે. કેટલીક ડાળીઓ પ ડાઇનીંગ ટેબલ અને ટીવી ગોઠવવાનું સ્ટેન્ડ બનાવી દેવાયું છે.સ્ટીલની ગ્રીડથી મકાનનો આખો ઢાંચો બનાવાયો છે અનેતેની ફરતે ફાઇબર શીટ્સથી દીવાલો બનાવાઇ છે. એને કારણે ઘરનું વજન ઓછુ રહ્યું છે. અને  છતા મજબુતાઇ ખુબ સારી છે. માત્ર પાંચ મહિનાની મહેનતમાં આ ઘર તૈયાર થઇ ગયેલું કે.પી.સિંહનું કહેવુ છે કે ન્યુ ઘરનીપાર્ટી માટે આ ઘરમાં એક સાથે૧૩૫ લોકો આવ્યા હતા એપરથી ઘરની મજબુતાઇનો અંદાજ લગાવી શકાય એમ છે. ઘરનસ ડીઝાઇનમાં એરો ડાયનેમિકસનો સિધ્ધાંતો સમાવવામાં આવ્યા હોવાથી પુરજોશમાં પવન વાય ત્યારે વાડીઓની સાથે ઘર પણ એ દિશામાં એટલીજ માત્રામાં ઝલતું હોવાથી વૃક્ષ કે ઘર બેમાંથી એકેયને કોઇ નુકશાન નથી થતું (૩.૫)

(3:49 pm IST)