Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

વીડિયો વાયરલ : થયો ખુલાસો

હત્યા કર્યા પહેલા આતંકીઓએ જવાન ઔરંગઝેબની પૂછપરછ કરી'તી

શ્રીનગર તા. ૧૬ : જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાન ઔરંગઝેબની હત્યા પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. તેઓ ઔરંગઝેબની હત્યા પહેલા તેની પાસેથી કેટલીક જાણકારીઓ મેળવવા માંગતા હતાં.

સમાચાર એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ઔરંગઝેબની હત્યાના આગલા દિવસે એટલે કે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો, જે તેની હત્યાના પહેલા પહેલા જ બનાવવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડે છે. વીડિયોમાં આતંકવાદીઓ, ભારતીય સેનાના જવાનને એ એન્કાઉન્ટર બાબતે પુછપરછ કરતા નજરે પડે છે જેમાં ઔરંગઝેબ શામેલ હતો.

દોઢ મિનિટનો આ વીડિયો કોઈ જંગલમાં બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં ઔરંગઝેબ વાદળી રંગનું જીન્સ અને ટી-શર્ટ પહેરેલો નજરે પડે છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સંભવતૅં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓ, ઔરંગઝેબને સેનામાં તેના કામ, તૈનાત કરવામાં આવતી જગ્યાઓ અને જે એન્હાઉંટરમાં તે શામેલ હતો તેના વિશે પુછપરછ કરતા નજરે પડે છે.

દિકરાની શહીદી બાદ પણ એક પિતાનો જુસ્સો અને દેશ પ્રત્યે સમર્પણની ભાવના સહેજ પણ ઓછી નથી થઈ. ભારતીય સેનામાંથી નિવૃત્ત્। થયેલા પિતાના જાંબાજ પુત્રનું જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ અપહરણ કરી હત્યા નિપજાવી પરંતુ તેના પિતા પોતે આતંકવાદીઓ સામે બાથ ભીડવા તૈયાર છે. તેમણે કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપતાની સાથે અનુરોધ કર્યો છે કે, સરકાર આતંકવાદીઓને મારીને દિકરાની શહીદીનો બદલો નહીંતર તેઓ પોતે જ આમ કરશે.

ઔરંગઝેબના પિતા હનીફ પોતે ભારતીય સેનામાં રહી ચુકયાં છે. હનીફે હવે તેમના દિકરાની હત્યાનો બદલો લેવાનું એલાન કર્યું છે. તેમણે મોદી સરકારને ઔરંગઝેબના હત્યારા આતંકવાદીઓને ઠાર કરવાની અપીલ કરતા કહ્યું છે કે, હું મોદી સરકારને ૭૨ કલાકનો સમય આપુ છું. જો તેમણે મારા દિકરાના હત્યારાઓને ૭૨ કલાકમાં ઠાર ના કર્યા તો હું પોતે જ તેનો બદલો લઈશ.(૨૧.૨૧)

(3:47 pm IST)