Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

૧૯ વર્ષના આ છોકરાએ બનાવ્યું રિમોટ-કન્ટ્રોલથીચાલતું ટ્રેકટર

જયપુર તા ૧૬ : કહેવત છે કે આવશ્યકતા આવિષ્કારની જનની છે. ઉત્સાહથી તરવરીત નવી જનરેશન નવા જુગાડ શોધવાની બાબતમાં માહેર છે. રાજસ્થાનના બાર જિલ્લાના અંતરિયાળ ગામમાં રહેતા ૧૯ વર્ષના યોગેશ નાગર નામના યુવાને પોતાને પડતી અગવડ દૂર કરવા રિમોટથી ચાલતું ટ્રેકટર તૈયાર કરી દીધું છ ે. વાત એમ હતી કે યોગેશ શહેરમાં ભણી રહ્યો હતો અને તેના ઘરેથી ફોન આવ્યો કે પિતાજીને પેટ અને કમરમાં ખુબ દુખાવો થતો હોવાથી ઘરે આવીજા. પિતા ટ્રેકટર ચલાવી ન શકતા હોવાથી ખેતીની સીઝન બગડી રહી હતી. લોન પર ટ્રેકટર ખરીદ્યું  હોવાથી એ લોન પુરી કરવા બીજાના ખેતરોમાં કામ કરવા પણ જવુ પડતું હોવાથી યોગેશ પિતાને મદદ કરવા ગામ આવ્યો. પહેલા તો તેણે પણ પપ્પાની જેમ દિવસના દશ-બાર કલાક ટ્રેકટર ચલાવવાનું કામ કર્યુ તેને લાગ્યું કે રિમોટથી ટ્રેકટર ચલાવવામાં આવે તો ચાલકને પીઠ અને કમરમાં થતી તકલીફ નિવારી શકાય. તેણેપહેલા તો રિમોટની ડીઝાઇન તૈયાર કરી. પિતાજીને પણ એ રમકડુ મજાનું લાગ્યું એટલે ગામમાંથીલાગતા વળગતા પાસેથી ૫૦,૦૦૦ રૂપિયાની લોન લઇને દીકરાને વધુ  રીસર્ચ કરવા માટે આપ્યા. ચારેક મહિનાની રિસર્ચ પછી તેણે ટ્રેકટરને કન્ટ્રોલ કરવા માટે એના પર બે સિગ્ગનલ લગાવ્યા. આ સિગ્નલ દ્વારા ટ્રેકટર રિમોર્ટ સાથે કનેકટ થયું હવે એક દોઢ કિલો મીટર દુર બેઠા બેઠા પણ રિમોર્ટથી ટ્રેકટર ચલાવી શકાય છે. હવે દુર દુરના ગામથી લોકો આ ડ્રાઇવર વિના ચાલતા ટ્રેકટરને જોવા આવે છે. યોગેશને હવે મેક ઇન ઇન્ડીયા અંતર્ગત રીમોર્ટ કન્ટ્રોલથી ચાલતા ટ્રેકટરમાં હજુ વધુ સુધારા કરીને ભારતીય સેના માટે કંઇક નવી ચીજ બનાવવાની ઇચ્છા છે. (૩.૪)

(3:46 pm IST)