Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સી.જી.એસ.એચ. દર્દીઓનો હવે કેશલેસ ઇલાજ

કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલયના અધિકારીએ કહ્યું કે બહુ જલ્દી આનો અમલ થશેઃ જો એમ્સમાં આ પ્રયોગ સફળ થશે તો દરેક મોટી સરકારી હોસ્પીટલોમાં તે લાગુ કરાશેઃ ખાનગી હોસ્પીટલોના વલણથી સી.જી.એસ.એચ. દર્દીઓ હેરાન થાય છે. તેમને રૂમો આપવામાં નથી આવતા તેવી ફરીયાદો પણ મળી છે. એટલે આમાં પ્રતિષ્ઠિત સરકારી હોસ્પીટલોને સામેલ કરવા માગીએ છીએ તેમ અધિકારીએ કહ્યું

નવી દિલ્હી તા. ૧૬: કેન્દ્ર સરકાર સ્વાસ્થય યોજનાના લાભાર્થીઓ માટે એક ખુશ ખબર છે. ટુંક સમયમાં જ તેઓ એમ્સમાં કેશલેસ ઇલાજ કરાવી શકશે ઉપરાંત તેમને ગીરદીથી બચાવવા માટે અલગ કાઉન્ટર પણ ખોલવામાં આવશે.આ સુવિધા માટે સી.જી.એસ.એચ. અને એમ્સ વચ્ચ્ેની વાતચીત છેલ્લા તબકકામાં છે. જો બધું બરાબર થશે તો આવતા મહિનાથી આ સગવડ મળવા લાગશે. એમ્સમાં ઓ.પી.ડી. અને કેટલછલીક તપાસ બધા માટે નિઃશુલ્ક છે. બી. પી. એલ.માં આવતા દરદીઓને મફત સારવર અપાય છે. જયારે સામાન્ય શ્રેણીના દર્દીઓએ લેબોરેટરી તપાસ માટે પૈસા ચુકવવા પડે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ ખાતાના એક ઉચ્ચ અધિકારીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે એમ્સ દિલ્હીમાં સૌથી સારો ઇલાજ થાય છે તે નિર્વિવાદ છે. જો કે બીજી સરકારી હોસ્પીટલોની જેમ અહીં પણ કેશલેસ ઇલાજની સગવડ નથી. ઉપરાંત અહીં ખુબ ગીરદી થતી હોવાથી અહીં આવતા લોકો અચકાય છે આ બન્ને તકલીફો દુર કરવા માટે આરોગ્ય ખાતું એમ્સ સાથે એક સમજુતી કરવા માટે વાત કરી રહ્યું છે જો તે સફળ થશે તો સી.જી.એસ.એચ. કાર્ડ કોઇ પૈસા જમા કરાવ્યા વગર ઇલાજ કરાવી શકશે. (૭.૪૦)

(3:43 pm IST)