Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જેવા સાથે તેવા : અમેરિકાથી આવતી ૩૦ પ્રોડકટ થશે મોંઘી : વધશે ડયુટી

અમેરિકાએ સ્ટીલ-એલ્યુમીનીયમ પ્રોડકટ ઉપર ડયુટી વધારી છે

નવી દિલ્હી, તા. ૧૬ : અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમીનીયમ પ્રોડકટ પર કસ્ટમ ડયુટી વધારતા ભારત દ્વારા ૩૦ જેટલી પ્રોડકટ કે જે અમેરિકાથી આવે છે તેના પર કસ્ટમ ડયુટી વધારવાનું નક્કી કર્યું છે. પ૦ ટકા સુધી ડયુટી વધારવામાં આવશે જેમાં મોટર સાયકલ, આયરન, સ્ટીલની વસ્તુઓ બેરીક એસિડ અને દાળ છે. ભારતે ર૭ પ્રોડકટ પર ૧૦૦ ટકા ડયુટી વધારવા માંગે છે . જેમાં અમેરિકાથી આવતી બદામ, સફરજન વગેરે છે ભારતે WTO ને આઇટમોનું રીવાઇઝડ લીસ્ટ આપ્યું છે. (૮.૧૭)

(3:42 pm IST)