Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પાકિસ્તાને ઇદ લજવી : નાપાક હરકત : ફાયરીંગ : જવાન શહિદ

પાકિસ્તાનનું હમ નહિ સુધરેંગે : તોડયું સીઝફાયર : LOC પર બેફામ ગોળીબાર

શ્રીનગર તા. ૧૬ : ઇદના દિવસે પણ પાકિસ્તાન તેની હરકતો પર કાયમ છે. સરહદની પાસે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેકટરમાં પાકે. ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાક. ફાયરીંગમાં ભારતીય સેનાના જવાન શહિદ સહિત એક નાગરિકનું પણ મોત નિપજ્યું છે. બીજી બાજુ પાટનગર શ્રીનગરમાં પણ અશાંતિનો માહોલ સર્જાયો છે.

એકબાજુ જ્યાં આ સમયે દેશભરમાં ઇદના જશ્નનો માહોલ છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી અશાંતનો માહોલ સર્જાવામાં લાગ્યું છે. જમ્મુ અને અરનિયાની ચિનાઝ પોસ્ટ પર પાકિસ્તાને વહેલી સવારે બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું. જ્યારે જરીયાલ પોસ્ટ પરથી પિતલ પોસ્ટ પર પણ બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું. બંને પોસ્ટ પર તૈનાત જવાનોએ જવાબી કાર્યવાહી કરી. હાલમાં સ્થિતિ સામાન્ય છે. બીજી બાજુ નૌશેરા સેકટરમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનો મામલો સામે આવ્યો છે.

બીજી બાજુ જમ્મુ - કાશ્મીરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા તેમાં સેનાના જવાન વિકાસ ગુરુંગ શહિદ થયા છે. જોકે બીએસએફે જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

ઉપરાંત પાક.ના ગોળીબારમાં એક નાગરિકનું પણ મોત થયું છે. બીજી બાજુ બીએસએફએ જમ્મુ - કાશ્મીરના સાંબા સેકટરમાં કાર્યવાહી હાથ ધરતા બે શંકાસ્પદ પાકિસ્તાઓની ધરપકડ કરી છે. જેમાંથી એકની ઉંમર ૨૨ વર્ષ અને બીજાની ૩૧ વર્ષ છે.(૨૧.૨૫)

(3:45 pm IST)