Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અટારી - વાઘા બોર્ડર પર 'ઇદ' ઉજવાય નહી : બીએસએફ - પાકિસ્તાને મીઠાઇની આપલે કરી નથી

વાઘાઃ આજે સમગ્ર દેશમાં ઈદની ઉજવણી થઈ રહી છે. ત્યારે દર ઈદ અને દિવાળીના તહેવાર દરમિયાન ભારત - પાકિસ્તાનની અટારી બોર્ડર મીઠાઈની આપલે થતી હોય છે. પરંતુ બોર્ડર પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે પાકિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવેલી મીઠાઇ સ્વીકારી નહીં. ભારતે પાકિસ્તાનની ઇદની મીઠાઇ સ્વીકારવાની મનાઇ કરી દીધી.ઙ્ગ

જેને લઇને આ વખતે ભરતે પાકિસ્તાનની ઈદની મિઠાઈ સ્વીકારવાની ના પાડી છે. બીજી તરફ, અનંતનાગમાં પથ્થરબાજોએ ઈદની નમાજ બાદ સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો. તો આજે પણ પાકિસ્તાન દ્વારા રાજોરીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.

બન્ને દેશો વચ્ચે બોર્ડર પર સુરક્ષા જવાનો જમ્મૂમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અને પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર તહેવારો દરમિયાન એકબીજાને મિઠાઇ આપવાની પરંપરાનું પાલન કરે છે.

રમઝાનના પાક મહિનામાં જમ્મૂ કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ રાખવાના ઉદેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા આતંવાદીઓ વિરૂદ્ઘ ચલાવવામાં આવેલે કોઇ પણ રીતે સૈના અભિયાનને આંશિકરીતે રદ્ કરવાનો આદેશ કર્યો હતો.(૨૧.૨૫)

(3:41 pm IST)