Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રાહુલ ગાંધીને મળ્યો તેજસ્વી યાદવનો સાથ, કહ્યું 'PM પદ માટે એકદમ યોગ્ય'

પટના તા. ૧૬ : બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવે શુક્રવારે સંયુકત વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી વચ્ચે સારો તાલમેલ છે. ગત કેટલાક દિવસોમાં બંને વચ્ચે અનેકવાર મુલાકાત થઇ છે. હજી સુધી તેમણે પોતાની રણનીતિ છુપાવીને રાખી છે. અને હજી સુધી જાહેરમાં પોતાનું સમર્થન કોંગ્રેસ અધ્યક્ષના નામે કર્યું નથી.

તેજસ્વી યાદવે પહેલીવાર કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધી પીએમ પદ માટે યોગ્ય માને છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને થયેલી કર્ણાટકની ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પદ માટે દાવેદારી નોંધાવી હતી. એ સમયે તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ ૨૦૧૯માં સૌથી મોટી પાર્ટી બને તો આ પદ સંભાળવા માટે તૈયાર છે. તેજસ્વી યાદવે કહ્યું કે, રાહુલ ગાંધીએ જે પણ કહ્યું એમાં કંઇ જ ખોટુ નથી.જયારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ વડાપ્રધાન પડ માટે રાહુલ ગાંધીનું સમર્થન કરશે તો તેમણે તરત જ સકારાત્મક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચોક્કસ પણે આપી. મને કોઇ જ વાંધો નથી. વિપક્ષી મોર્ચાના નેતૃત્વ પર રાહુલ ગાંધીની ક્ષમતા ઉપર પ્રશ્ન ઉભા થતાં રહે છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી આપેલી ઇફતાર પાર્ટીનો કંઇ ખાસ ફાયદો થયો નથી. સોનિયા ગાંધીની ગેરહાજરીમાં મમતા, માયાવતી અને અખિલેશ યાદવ જેવા મોટા નેતાઓએ પર ગેરહાજર રહ્યા હતા. તેમણે બીજી હરોળના નેતાઓને પાર્ટીમાં મોકલ્યા હતા.(૨૧.૧૩)

(3:36 pm IST)