Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

તાતા મોટર્સે લોન્ચ કરી લિમીટેડ એડિશન ટિગોર બઝ, કિંમત ૬.પ૭ લાખ રૂપિયા સુધીની

નવી દિલ્હી તા. ૧૬ :.. તાતા મોટર્સે ટિગોર મોડલની પહેલી એનિવર્સરી પર કોમ્પેકટ સિર્ડન ટિગોર બઝ લોન્ચ કરી છે. આ લીમીટેડ એડિશન કાર પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિઅન્ટસમાં ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે ટિગોરના લોન્ચ પછી કંપની માટે ગયું વર્ષ બહુ સારું રહ્યું હોવાથી નવી એનિવર્સરી એડિશન બઝ કારમાં રેડ થીમ રાખવામાં આવી છે. કારનો પ્રમોશનલ કલર બેરી રેડ છે અને રૂફ બ્લેક રંગની છે. આ નવી કાર ટિગોરના એન્ટ્રી-લેવલ એકસઆઇ વેરિઅન્ટ પર આધારિત છે. એમાં રેડ હાઇટલાઇટસની સાથે સ્પોર્ટી લુક ધરાવતું વ્હીલ-કવર આપવામાં આવ્યું છે. ઓડિયો-સીસ્ટમ, યુએસબી-બ્લુ ટૂથ કનેકિટવિટી જેવી સુવિધાઓ સાથે ઇન્ટીરીયરમાં પણ થોડુંક અપડેટ કરવામાં આવ્યું છે. એન્જિનમાં કોઇ બદલાવ કરવામાં નથી આવ્યો. પેટ્રોલ કારની કિંમત પ.૬૮ લાખ રૂપિયા અને ડીઝલ કારની કિંમત ૬.પ૭ લાખ રૂપિયા છે.

(12:42 pm IST)