Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બે વર્ષમાં કોઇ કારોબાર ન કરનારી કંપની પર તલવાર

૩૦ ટકા ભારતીય કંપનીઓ બંધ કરી શકાય છે :શેલ કંપનીઓની સામે મોદી સરકાર વધુ આક્રમક બનશે

નવી દિલ્હી,તા. ૧૬ :શેલ કંપનીઓની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વધારે આક્રમક વલણ અપનાવવા માટેની તૈયારીમાં છે. આશરે ૨૫-૩૦ ટકા ભારતીય કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવી શકે છે. આ કાર્યવાહી એવી કંપનીઓની સામે કરવામાં આવનાર છે જે છેલ્લા બે વર્ષથી કોઇ કારોબાર કરી રહી નથી. સાથે સાથે જે કંપનીઓમા ટર્ન ઓવર છેલ્લા બે વર્ષમાં શુન્ય છે તેમની સામે કાર્યવાહી કરાશે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા કંપની એક્ટ હેઠળ ૨૪૮ની જોગવાઇ નો ઉપયોગ કરીને કાર્યવાહી કરવાના મુડમાં છે. આ જોગવાઇ હેઠળ બે વર્ષથી નિષ્ક્રિય રહેલી ડોરમેટ કંપનીઓની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે.  રિટર્ન ફાઇલ કરવા માટેની પ્રક્રિયા ભલે અપનાવી હોય તો પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. નામ જાહેર નહીં કરવાની શરતે સુત્રોએ કહ્યુ છે કે આ કાનુન સરકારને કેટલીક જોગવાઇ હેઠળ કંપનીઓને બંધ કરવાના અધિકાર આપે છે. બે વર્ષમાં કોઇ કારોબાર ન કરવાની બાબત પુરતા આધાર તરીકે છે. જો કોઇ કંપનીએ બે વર્ષ સુધી કોઇ કારોબાર કર્યો નથી તો કોઇને કોઇ કારણ રહેલા છે તેમ કહી શકાય છે. શેલ કંપનીઓની સામે પહેલા પણ મોદી સરકાર લાલ આંખ કરી ચુકી છે. આ કાર્યવાહી હવે ફરી આગળ વધશે. નામ જાહેર નહીં કરવાની શરતે સૂત્રોએ કહ્યું છે કે આ કાયદો સરકારને કેટલીક જોગવાઈઓ હેઠળ કંપનીઓ બંધ કરવાની પુરતી સત્તા આપી દે છે. કાનૂન મુજબ સરકારને આવી કંપનીઓ અને તેમના ડિરેકટરોને નોટીસ આપવાની હોય છે. જેના ઉપર ૩૦ દિવસની અંદર જવાબ આપવાની જરૂર હોય છે.

જો કોઈ કંપની રચનાના એક વર્ષની અંદર કારોબારની શરૂઆત કરતી નથી તો ૧૮૦ દિવસની અંદર કોઈ પગલાં નથી લેતી તો કંપનીનું રજીસ્ટ્રારમાંથી દુર થઈ શકે છે.

(7:24 pm IST)