Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓના વાહનોને રેડિયો ટેગ લગાવાશે

રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફીકેશન (આરએફઆઇડી) ટેગની મદદથી વાહનોનો સંપર્ક જળવાશે

જમ્મુ તા ૧૬ : જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓને વહન કરનારા વાહનોને 'રેડિયો ફિકવન્સી આઇડેન્ટિફીકેશન ટેગ' (આર.એફ.આઇ.ડી.) થી સજ્જ કરાશે. જેથી સુરક્ષામાં તે ઉપકરણો ઉપયોગી બને અને વાહનોનો સંપર્ક જળવાય તેમ એક અધિકારીએ માહિતી આપી હતી.

જો કોઇ વાહન ખોટકાય અથવા યાત્રીઓને કોઇ સહાયની જરૂર હોય ત્યારે આ ટેગ ઉપયોગી સાબિત થશે.

આ ટેગ લગાવવાની કાર્યવાહી, બહારના રાજયોમાંથી આવતા વાહનો માટે લખનપુરમાં વાહનોની એક અલગ લાઇનમાં કરવામાં આવશે. જયારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પમાં વાહનોન ે ટેગ લગાવવાનો એેક મહત્વનું કેન્દ્ર  ઉભું કરાશે જેમાં ટેકસી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ટેગ સુવિધા ઉભી કરાશે અને તેને ટેગ લગાવાશે તેમજ સુરક્ષા દળો પણ યાત્રીઓને તેમના વાહનોની યાત્રાના ગાળા દરમિયાન નોંધણી કરાવવા મુદે જાગૃત કરાશે.(૩.૨)

(11:41 am IST)