Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

નબળી દ્રષ્ટિ ધરાવનાર ડોકટર બની શકે કે નહીં ? સુપ્રીમ કોર્ટ નક્કી કરશે

નવી દિલ્હી, તા. ૧૬ :. શું નબળી દ્રષ્ટિ ધરાવતી વ્યકિતને એમબીબીએસનો અભ્યાસ કરવાને અને દર્દીઓની સારવાર કરવાની મંજુરી આપી શકાય ? જસ્ટિસ ઉદય લલિત અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચ સમક્ષ શુક્રવારે આ પેચીદો સવાલ ઉઠાવાયો હતો. બેન્ચે કહ્યું કે શું આ પ્રકારની નબળી દ્રષ્ટિ ધરાવનાર વ્યકિતને ડોકટર બનવાની તથા દર્દીની સારવાર કરવાની મંજુરી આપવી એ વ્યવહારૂ છે ?

બેન્ચે નીટની પરીક્ષા પાસ કરનાર એક વિદ્યાર્થીની અરજી પર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટીસ પાઠવી છે. અરજીમાં જણાવાયુ છે કે તેને દિવ્યાંગ વ્યકિતનું પ્રમાણપત્ર આપવામાં આવે જેથી એમબીબીએસમાં એડમીશન મેળવી શકે. કોર્ટે કહ્યું વકીલ અંગેના વ્યવસાયમાં સમજી શકાય પરંતુ ડોકટરના વ્યવસાયમાં આ કેટલુ શકય છે તે વિચારવું પડશે.(૨-૩)

(11:40 am IST)