Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો

વોટ્સએપથી મોકલાયેલ નોટિસ કાયદેસર

મુંબઈ, તા. ૧૬ :. બોમ્બે હાઈકોર્ટે વ્હોટસએપથી પીડીએફ ફાઈલ સ્વરૂપે મોકલાયેલ નોટીસને કાયદેસરની ગણી છે. કોર્ટે કહ્યું છે કે પીડીએફથી મોકલાયેલી નોટીસને પ્રાપ્ત કરનારે તેને ખોલીને વાંચી પણ હતી.

 

ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસેવ પ્રા.લી.ની એક અરજી પર સુનાવણી કરતા હતા. કંપનીએ કહ્યુ હતુ કે પ્રતિવાદી અને શહેર નિવાસી રોહિત જાધવ નોટીસથી બચવા માંગે છે.

 

કંપનીના કહેવા મુજબ ૮મી જુને પ્રતિવાદીને કંપની તરફથી એકીકૃત અધિકારીએ નોટીસ મોકલી હતી.

ન્યાયમૂર્તિએ કહ્યુ હતુ કે, નાગરિક પ્રક્રિયા સંહિતાના આદેશ ૧૧ નિયમ ૨૨ હેઠળ નોટીસ મોકલવાના હેતુથી હું તેને સ્વીકારીશ. હું એટલા માટે કહું છું કે આઈકોન સંકેતક (વ્હોટસએપ)એ સ્પષ્ટ બતાડે છે કે, પ્રતિવાદીને તે મોકલાઈ હતી અને તેણે વાંચી હતી.(૨-૨)

 

(8:06 pm IST)