Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ભારત-ચીન બન્નેને ખંખેરવાનો પ્લાન?

ભારત આવાગમન પછી ચીનની પાંચ દિ'ની મુલાકાતે જઇ રહેલ નેપાળના વડાપ્રધાન : ચીન નેપાળમાં ઘુસતુ જાય છેઃ ભારત માટે ચિંતાનો વિષયઃ હિમાલયથી નેપાળ સુધી રેલ્વે નેટવર્કમાં પણ ચીન સામેલ

કાઠમંડુ : નેપાળના વડાપ્રધાન કે. પી. ઓલી શર્મા બીજી વાર નેપાળના વડાપ્રધાનપદે ચૂંટાયા પછી આગામી સપ્તાહે ચીનની પાંચ દિવસની મુલાકાતે જશે જયાં તેઓ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ બીઆરઆઇ અને બેજીંગના મહત્ત્વકાંશી ભારત-ચીન - નેપાળ ઇકોનોમિક કોરિડોર અંગે ચર્ચા કરે તેવું મનાય છે. કે. પી. શર્મા ઓલી ૧૯ થી ર૪ જૂન દરમિયાન ચીનમાં વિવિધ મુદ્ે ચર્ચા કરશે, એમ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે કહયું હતું.

ચીન દ્વારા આર્થિક સહકાર તેમજ માળખાકીય સુવિધાઓ, કુદરતી આપતી પછીની પુનઃ વસનની કામગીરી અને સાંસ્કૃતિક ક્ષેત્રે દ્વિપક્ષીય સબંધોને વધુ ઉંચાઇએ લઇ જવા ઇચ્છે છે. વર્ષ ર૦૧૬ માં ઓલીના વડાપ્રધાનપદના ટૂંકા પરંતુ પહેલા કાર્યકાળમાં પણ ચીન - નેપાળ સબંધો વધુ ઘનિષ્ઠ બન્યા હતા અને માધેસી આંદોલન વખતે ભારત પર વધુ આધાર રાખવાને બદલે ચીન સાથે ટ્રાન્ઝીટ ટ્રેડ કરાર કર્યો હતો.

ઉપરાંત હિમાલય થઇને નેપાળ સુધીના રેલ્વેના રેલ્વેના નેટવર્ક માટે તિબેટની બંને બાજુએ માર્ગ પહોળો કરવાનો પણ કરાર કર્યો હતો. (પ-૧ર)

(11:39 am IST)