Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અકબર કરતાં મહારાણા પ્રતાપ મહાન હતા : યોગી

ઉતર પ્રદેશના મુખ્ય પ્રધાન કહે છે તેમણે પોતાના સ્વાભિમાન સાથે કયારેય સમાધાન નહોતું કર્યુ

લખનઉ તા ૧૬ : યોગી આદિત્યનાથ ગઇ કાલે મહારાણા પ્રતાપની જયંતીના અવસર પર આયોજિત કરવામાં આવેલલ એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે ' અકબર નહીં માહારાણા પ્રતાપ મહાન હતા કેમ કે તેમણે પોતાના સ્વાભિમાન સાથે કયારેય સમાધાન નહોતું કર્યુ. આપણો ભુતકાળઆપને ઘણું શીખવે છે. મહારાણા પ્રતાપે અકબરનો સંદેશો લાવનારા સૈનિકોને ચોખ્ખું કહી દીધું હતું કે અમે વિદેશી અને વિધર્મીને અમારા બાદશાહ તરીકે સ્વીકાર નહીં કરી શકીએ, આપણો ભુતકાળ જ આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે અને મહારાણા પ્રતાપના જીવન અને શૈોર્ય પરથી આપણે પ્રેરણા લેવી જોઇએ'

અકબરનો સંદેશો લાવનારાઓમાં જયપુરના રાજા માનસિંહ પણ સામેલ હતા. વનવાસી સમાજ આજે પણ પોતાને રાણા પ્રતાપનો વંશજ માને છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું હતું કે 'અકબર પાસે પોતાનું સ્વાભિમાન અને સ્વમાન ગિરવી મુકનારા ઘણા રાજાઓ પણ હતા, પણ મહારાણા પ્રતાપે તેમના નાના રાજય સાથે પોતાના સ્વાભિમાન અને સ્વમાનને જાળવી રાખ્યું. આ જ કારણ છે કે આજે પણ લોકો મહારાણા પ્રતાપને યાદ કરે છે જો તેમણે અકબરની શરત માની લીધી હોત તો આજે આપણે મેવાડને સ્વાભિમાન પ્રતીક ન માની રહ્યા હોત. અકબર નહીં પણ મહારાણા પ્રતાપ મહાન  હતા'.(૩.૧)

 

(11:37 am IST)