Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

દેશભરમાં ઈદની ધુમઃ સર્વત્ર ઉલ્લાસ

રાષ્ટ્રપતિ-વડાપ્રધાને પાઠવી શુભકામના

નવી દિલ્હી, તા. ૧૬ :. દેશભરમાં આજે ઉલ્લાસભેર ઈદ મનાવવામાં આવી રહી છે. ઈદ-ઉલ-ફિતરના પ્રસંગે દિલ્હીની જામા મસ્જિદમાં હજારો લોકોએ ઈદની નમાજ પઢી હતી અને એકબીજાને મુબારકબાદી આપી હતી. મુંબઈમાં વરસાદ વચ્ચે લોકોએ ઈદની નમાજ પઢી હતી. કાશ્મીર ખીણમાં શાંતિ છે અને લોકોએ મસ્જીદોમાં જઈ નમાજ અદા કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભકામના પાઠવી છે.

ઈદને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. લોકો સોશ્યલ મિડીયા ઉપર પણ બધાઈ આપી રહ્યા છે. ગઈકાલે ચાંદ નહિ દેખાતા આજે ઈદ મનાવવામાં આવી રહી છે. ગઈકાલે બજારોમાં પણ ભારે રોનક જોવા મળી હતી.(૨-૭)

(11:34 am IST)