Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

લોકોનું 'ઘરનું ઘર' લેવાનું સપનુ હવે પુરૂ થશે : તુરતમાં સસ્તા થવા લાગશે મકાન

બિલ્ડરો ઉપર શિકંજો કસવા લેવાયો મોટો નિર્ણયઃ એપાર્ટમેન્ટના નિર્માણના ૧ વર્ષમાં તેને વેંચવાનું ફરજીયાત બન્યું : જો નહિ વેચે તો દેવો પડશે ઇન્કમટેક્ષ

નવી દિલ્હી, તા. ૧૬ : ઘર ખરીદનારાઓ માટે એક ખુશખબર છે કેમકે ઘરોની કિંમત ઓછી થઇ શકે છે. સરકારે એપાર્ટમેન્ટ બન્યાના એક વર્ષની અંદર તેને વેચવાનું ફરજીયાત બનાવ્યું છે અને તે કાયદો હવે અમલમાં પણ આવી ગયો છે. નવા નિયમ પ્રમાણે ઓકયુપંસી સર્ટીફીકેટ મળ્યાથી એક વર્ષની અંદર જો બિલ્ડર ફલેટ વેચશે નહીં તો તેણે કુલ કિંમતના ૧૦% ટેક્ષરૂપે ઇન્કમ ટેક્ષ વિભાગને ચૂકવવા પડશે. આના માટે ઇન્કમ ટેક્ષ એકટના સેકશન રર અને ર૩માં ફેરફાર કરાયો છે.

 

રીયાલીટી કન્સલટન્ટ જેએલએલ ઇન્ડીયા અનુસાર દેશમાં અત્યારે લગભગ સાડા ચાર લાખ ફલેટો વેચાયા વિનાના છે. બિલ્ડરો માટે હવે આ ફલેટ વેચવા અત્યંત જરૂરી થઇ ગયા છે એવું માનવામાં આવે છે કે આના લીધે ફલેટની કિંમતો ઓછી થશે.

રિયલ એસ્ટેટ એકસ્પર્ટ પ્રદીપ મિશ્રા અનુસાર સરકારના આ પગલાથી બિલ્ડરોને મુશ્કેલી જરૂર થશે, પણ ઘર ખરીદનારાઓ માટે આ સારા સમાચાર છે કેમ કે હવે બિલ્ડરે પોતાનો પ્રોજેકટ ફટાફટ વેચવો પડશે. તેમના મતે અત્યારે જેટલા ખાલી ફલેટો છે તે જોતા આવતા બે વર્ષ સુધી પ્રોપર્ટીની કિંમતોમાં વધારો શકય નથી લાગતો.

સરકારના આ પગલા લેવાનો ઇરાદો ફલેટોની કિંમત ઘટાડવાનો છે, જેથી જે લોકો ઘર નથી ખરીદી શકતા તેમના સપના પૂરા થઇ શકે. બિલ્ડરો એક બાજુ ફલેટો ધીમે ધીમે વેચે છે અને બીજી બાજુ કિંમત વધારે હોવાથી ગ્રાહકોને ખરીદી નથી શકતા જેથી વેચાયા વગરના ફલેટોની સંખ્યા વધતી જાય છે.

આ કાયદા મુજબ જો ડેવલપર્સ એક વર્ષની અંદર એપાર્ટમેન્ટ નહીં વેચે તો તેણે ફલેટની રીટેલ કિંમતના ૩૦% દેવા પડશે. જો તે કોઇ ફલેટ વધારે સમય સુધી હોલ્ડ કરશે તો તેણે કુલ કિંમતના ૧૦% ભરવા પડશે. મતલબ જો કોઇ ફલેટની કિંમત ૧ કરોડ રૂપિયા છે તો બિલ્ડરે ૧૦ લાખ ટેક્ષ ભરવો પડશે. લકઝરી ફલેટમાં તો આ રકમ એનાથી પણ વધારે થઇ શકે છે.

સરકારના આ પગલાથી વેચાયા વગરના ફલેટની સંખ્યા ઓછી થશે. ફીચના તાજેતરના એક રીપોર્ટમાં પણ એવું કહેવાયું છે કે ર૦૧૮માં ઇન્વેન્ટરી ઘટશે કેમ કે ડેવલોપર્સ રેરાના આ નિયમોને અનુરૂપ પ્રોજેકટ જબ્દી પૂરા કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.પ્રદિપ મિશ્રાના કહેવા પ્રમાણે બિલ્ડરો અત્યારે તો જલ્દી-જલ્દીમાં ફલેટો વેચશે પણ ભવિષ્યમાં બહુ સમજી વિચારીને નવો પ્રોજેકટ ચાલુ કરશે જેને કારણે આવતા વર્ષમાં નવા પ્રોજેકટોની સંખ્યા ઘટશે અને ભાવ પણ એ રીતે વધારશે જેથી આ ટેકસની અસર તેમને ન થાય. (૮.૭)

(11:32 am IST)