Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કાશ્મીર : ઇદ પર ૧૧૫ કેદીઓને છોડવા CM મહેબૂબા મુફતીનો આદેશ

શ્રીનગર તા. ૧૬ : જમ્મુ અને કશ્મીરમાં ઈદને ધ્યાનમાં રાખીને રાજય સરકારે રાજયની જેલમાં બંધ ૧૧૫ કેદીઓને મુકત કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ સૂચના આપી છે કે, એવા કેદીઓ જેના ઉપર કોઈ પણ ગંભીર ગુના અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો નથી તેને જેલમાંથી મુકત કરવામાં આવે. જેથી તે પોતાના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી શકે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ બુખારીએ જાહેરાત કરી હતી કે, ભારતમાં ઈદ શનિવારે એટલેકે આજે ઉજવવામાં આવશે. કારણકે દેશના કોઈપણ ભાગમાં ગુરૂવારે ચાંદ જોવા મળ્યો નહતો. જેથી આજે ઈદના તહેવારને અનુલક્ષીને જમ્મુ-કશ્મીર રાજય સરકારે ૧૧૫ કેદીઓને સજા મુકત કરવાનો નિર્ણય કર્યો છે.(૨૧.૭)

(10:13 am IST)