Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જમ્મુ-કાશ્મીર : ષડયંત્રની તૈયારી : ૩૫ આતંકીઓ ઘુસણખોરી કરવાની રાહમાં

અલગ-અલગ ગ્રુપમાં કરી શકે ઘુસણખોરી : ઇન્ટેલિજન્સ એજન્સીને મળી જાણકારી

નવી દિલ્હી તા. ૧૬ : કાશ્મીરમાં ખરાબ થઈ રહેલી સ્થિતિ વચ્ચે એલઓસીથી ૩૫ આતંકીઓ ઘુસણખોરી કરવાની તકમાં છે. સૂત્રો મુજબ, ઈન્ટેલિજન્સ એજન્સીને એવી જાણકારી મળી છે કે આ આતંકીઓ અલગ-અલગ ગ્રુપમાં અલગ-અલગ વિસ્તારમાં ઘુસણખોરી કરી શકે છે. રમજાન દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી જમ્મૂ- કાશ્મીરમાં ફત્ઘ્બ્ (નોન ઈનિશિએશન ઓફ કોમ્બેટ ઓપરેશન) લાગુ કરવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ આર્મી તરફથી સરકારને નીકો દરમિયાન થયેલી આતંકી ઘટનાઓ અને ઘુસણખોરીના પ્રયાસોની ડેટા સહિતની સમગ્ર રિપોર્ટ સોંપવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ દરમિયાન ટીઆઈઆઈ (ટેરરિસ્ટ ઈનિશિએટિવ ઈન્સિડેન્ટ) વધ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે, ઈન્ટેલિજન્સ એજન્સીની રિપોર્ટ મુજબ, ચાર અલગ-અલગ ગ્રુપમાં આતંકી એલઓસીથી ઘુસણખોરીની તૈયારીમાં છે. લશ્કર-એ-તૈયબાના ૧૮ આતંકી કાશ્મીરના કુપવાડાના મચ્છેલ સેકટરના ઘુસણખોરી કરી શકે છે. આ બે નાના ગ્રુપમાં ઘુસીને કુપવાડામાં આર્મીના કેમ્પને નિશાનો બનાવવાનો પ્રયાસ કરી શકે છે. નૌગામ સેકટરથી પણ લકશર-એ-તૈયબાના ૮ આતંકીઓ ઘુસણખોરી કરવાની તકમાં છે.

સૂત્રો મુજબ, પૂંછ સેકટરથી ૬ આતંકીઓ ઘુસણખોરી કરી શકે છે. ઈન્ટેલિજન્સ એજન્સીને જાણકારી મળી છે કે જો આ આતંકીઓ ઘુસણખોરી કરવામાં અસફળ રહ્યા તો ફોરવર્ડ ડિફેન્સ લોકેશનમાં આઈઈડી (વિસ્ફોટક) પ્લાન્ટ કરી શકે છે. પૂંછના જ બીજી સેકટરથી ૩ આતંકી ઘુસણખોરીના પ્રયાસમાં છે.

સૂત્રો મુજબ, એલઓસીથી ઘુસણખોરીના પ્રયાસ સાથે જ આતંકીઓની યોજના ઘાટીની અંદરના ભાગમાં સુરક્ષાબળોના હથિયાર છીનવીને માહોલ બગાડવાની છે. ઈન્ટેલિજન્સ એજન્સી સુત્રો મુજબ, અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે આતંકીઓ સુરક્ષાબળોથી હથિયાર છીનવાનો પ્રયાસ કરી શકે છે.(૨૧.૬)

(10:12 am IST)