Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

H-4 વિઝા રદ્દ થશે તો હજારો ભારતીય મહિલાને અસર

ટ્રમ્પ સરકાર હાલમાં સમીક્ષા કરી રહી છે

વોશિંગ્ટન તા. ૧૬ : અમેરિકામાં ટ્રમ્પ સરકાર H-1B વિઝાધારકોના જીવનસાથીઓને અપાતા વર્ક પરમિટ એટલે કે H-4 વિઝા રદ કરવા મક્કમ છે. આ નિર્ણયથી અમેરિકામાં વસતી હજારો મહિલાઓને અસર થશે. જોકે ટ્રમ્પ સરકાર હાલ H-1B વિઝાની સમીક્ષા કરી રહી છે. તેમનું માનવું છે કે અમેરિકી કર્મચારીઓને નોકરીમાંથી દૂર રાખવા કંપનીઓ આ વિઝાનો દુરુપયોગ કરી રહી છે.

આ વિઝા ભારતીય પ્રોફેશનલ્સમાં બહુ લોકપ્રિય છે. જયારે H-4 વિઝા એચ-૧ બી વિઝાધારકના જીવનસાથી (પતિ-પત્ની)ને અપાય છે. જેમાં મોટી સંખ્યા કુશળ ભારતીય પ્રોફેશનલ્સ સામેલ છે. જેમની પત્નીઓ આ વિઝા થકી અમેરિકામાં રહી નોકરી પણ કરી રહી છે. હવે અમેરિકી ગૃહ વિભાગે કહ્યું છે કે તેઓ એચ-૪ આશ્રિત પતિ કે પત્નીના કામકાજની પરમિટને રદ કરી રહ્યા છે.(૨૧.૩)

(8:10 pm IST)