Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

યુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયાની સ્‍કૂલના વિદ્યાર્થીઓને રજુ કર્યો ૪૦મો ‘‘રામાયણ શો'': પ્રાઇમરીથી ૧૨મા ગ્રેડ સુધીના ૧૯૦ બાળ કલાકારોના સ્‍ટેજ શોથી દર્શકો મંત્રમુગ્‍ધ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં આવેલ માઉન્‍ટ મેડોના સ્‍કૂલના વિદ્યાર્થીઓએ ૭ થી ૧૦ જુન ૨૦૧૮ દરમિયાન મેકિસકન હેરિટેજ થિએટર ખાતે ભજવેલા ૪૦મા વાર્ષિક ‘‘રામાયણ'' શોએ દર્શકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

મ્‍યુઝીક સાથે દર્શાવાયેલા રામાયણના પ્રસંગોના કલાકારો તરીકે સ્‍કૂલના પ્રાઇમરીથી ૧૨મા ધોરણ સુધીના ૧૯૦ કલાકારોએ જુદા જુદા પાત્રો ભજવ્‍યા હતા. ૩ કલાકના શો માં રામનું બાળપણ, સીતા સ્‍પયંવર, ૧૪ વર્ષના વનવાસ દરમિયાનના અનુભવો,સીતા હરણ, રાવણ દહન, સહિતના આબેહૂળ દૃશ્‍યો દર્શાવાયા હતા.

આ પ્રસંગે સાન ફ્રાન્‍સિસ્‍કો ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી વેંકટેશન અશોક, વોટસનવિલ્લે મેયર લોવેલ હર્સ્‍ટ સાન જોસ મેયર સામ લિક્કાર્ડો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(10:44 pm IST)