Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

હવે કપડા લોકોના રોગ શોધી કાઢશેઃ અમેરિકન શોધકર્તાએ આધુનિક કપડાનો આવિષ્‍કાર કર્યો

હવે થોડી સેકન્‍ડોમાં તમારા શરીરમાં રહેલ રોગથી લઇ તમારા હૃદયના ધબકારા વિશે જાણી શકાશેઃ કાપડ તમારી વાત પણ સાંભળી શકશે!

નવી દિલ્‍હીઃ દુનિયામાં રોજ-બરોજ વિવિધ જાતના આવિષ્‍કારો થાય છે. પરંતુ અમેરિકાની મેસાચુસેટ્‍સ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેક્‍નોલોજીના સંશોધકોએ એક સ્‍માર્ટ કપડાનો આવિષ્‍કાર કર્યો છે. આ કોઇ સામાન્‍ય કપડુ નહિ પરંતુ આ ફાઇબર્સથી સીવાયેલ કપડુ છે, જે અવાજને ઓળખી શકે છે. કોઇ વ્‍યકિતની દિલની ધડકન કેવી ચાલી રહી છે તેની માહિતી મેળવી શકે છે તેમજ દિલની બિમારી સહિત અન્‍ય ઘણા રોગોને ડિટેક્‍ટ કરી શકે છે.

આ દુનિયામાં ઘણી વસ્તુઓ એવી હોય છે, જેને જાણીને નવાઈ લાગે છે. આવી જ એક ખબર સામે આવી છે, જેને જાણીને તમને નવાઈ લાગશે. હવે માણસો સિવાય કપડા પણ આપણી વાતો સાંભળે છે. અમેરિકાના મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ એક સ્માર્ટ કપડુને તૈયાર કર્યુ છે. જે અવાજને ઓળખી શકે છે. વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલુ ફેબ્રિક માઈક અને સ્પીકરની જેમ કામ કરે છે.  માણસોના અવાજ,  પક્ષીઓ, ઉડતા પાંદડાની અવાજ સરળતાથી ઓળખી શકે છે.

આ રિસર્ચ નેચર જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. રિસર્ચ મુજબ, આ ફાઈબર્સને એક કપડામાં સિવવામાં આવ્યું છે. જે અવાજ સાંભળી શકે છે. તે એક ખાસ મટિરિયલથી બનાવવામાં આવ્યું છે. આ કપડામાં ઈલેક્ટ્રિકલ સિગ્નલ રિલીઝ થાય છે. તેનાથી ખબર પડે છે કે, કોઈ વ્યક્તિના દીલની ધડકન કેવી ચાલી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, આ કપડુ અવાજ અને ઘોંધાટ વચ્ચેના તફાવતને પણ સમજી શકે છે.

કેવી રીતે કપડુ કામ કરે છે-

સંશોધનકારો જણાવે છે કે, અવાજ અને કપડા વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. તેમનુ કહેવુ છે કે, આ કપડુ ઘરની શાંતિ અને ટ્રાફિકના ઘોંઘાટને પણ સમજી શકે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, અવાજ કઈ દિશામાંથી આવે છે તે પણ આ કપડુ બતાવી શકે છે. આ ફાઈબરથી બનેલી શર્ટ કોઈ શખ્સ પહેરે તો તેના હાર્ટ બીટ વિશે પણ માહિતી મળી શકે છે.

શોધકર્તાઓએ જણાવ્યુ કે, આ ખાસ ફેબ્રિકથી બનેલો શર્ટ કઈ વ્યક્તિ પહેરે છે તો, તેની સ્કીન કપડાના સંપર્કમાં રહે છે. જેનાથી હાર્ટબીટ મોનિટર કરી શકાય છે. તેને રિયલ ટાઈમમાં સમજી શકાય છે અને એમ્પિલફાઈ પણ કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ ફેબ્રિકથી બનાવેલા કપડા દિલની બિમારી સહિત અન્ય ઘણા રોગોને ડિટેક્ટ કરી શકીએ છે. જો લોકો સાંભળી નથી શકતા તે ફેબ્રિકથી સાઉન્ડને એમ્પિલફાઈ કરી શકો છો.

(5:43 pm IST)