Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ગુજરાતની મહિલાઓની પતિ કરતા વધારે અથવા તેના જેટલી જ આવક

પતિ કરતા વધારે આવકમાં ગુજરાતી મહિલાઓ દેશમાં નંબર ૧ : ૪૦ ટકા રાષ્‍ટ્રીય સરેરાશ સામે ગુજરાતી મહિલાઓ પ૩ ટકા

નવી દિલ્‍હી તા. ૧૬: જયારે જાતિના આધારે આવકમાં ફરકની વાત હોય ત્‍યારે કોઇ કંપનીના સીઇઓ હોય કે ખેતરમાં કામ કરનાર મજૂર, ગુજરાતની મહિલાઓ પોતાના પતિ કરતા વધારે અથવા તો તેના જેટલું જ કમાવામાં દેશના કોઇપણ રાજય કરતા આગળ હોવાનું નેશનલ ફેમીલી હેલ્‍થ સર્વે (એનએફએચએસ)ના સર્વેમાં બહાર આવ્‍યું છે.આ સર્વેમાં ભાગ લેનાર મહિલાઓની રાષ્‍ટ્રીય સરેરાશ ૩૯.૯ ટકા સામે ગુજરાતની પ૩.ર ટકા મહિલાઓએ કહ્યું કે તેમની આવક તેમના પતિ કરતા વધારે અથવા તેમના જેટલી છે. ર૦૧પ-૧૬ ના એનએફએચએસ ના સર્વેની સરખામણીમાં આ આંકડો ૪૩.પ ટકા વધ્‍યો છે. ર૦૧૯માં કરાયેલ આ સર્વેમાં ગુજરાતના ર૯૩૬૮ ઘરોની ૩૩૩૪૩ મહિલાઓએ ભાગ લીધો હતો. સર્વેમાં ભાગ લેનાર મહિલાઓમાંથી ૩૮.ર ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ નોકરી કરે છે. ટોટલ નોકરી કરનાર મહિલાઓમાંથી ૭૮.૬ ટકા મહિલાઓએ કહ્યું કે તેમને આના માટે નાણાં મળે છે જયારે બાકીની મહિલાઓને અન્‍ય સ્‍વરૂપમાં પગાર ચૂકવાય છે.ભારતભરમાં આ સર્વેમાં ભાગ લેનાર સૌથી વધારે મહિલાઓ કેન્‍દ્રશાસિત પ્રદેશ દિવ, દમણ અને દાદરાનગર હવેલીની પ૯.૯ ટકા હતી જેમણે કહ્યું કે તેમને તેમના પતિ જેટલી જ અથવા વધારે આવક છે. ત્‍યારપછી ગુજરાત પ૩.ર ટકા, ચંડીગઢ પર.૭ ટકા, છત્તીસગઢ ૪૭.૬ ટકા અને અરૂણાચલ પ્રદેશ ૪૭ ટકા સાથે આવે છે.ગુજરાતની સર્વેમાં ભાગ લેનાર કમાણી ધરાવતી ૯૦.પ ટકા મહિલાઓ તેમની કમાણી કેવી રીતે વપરાય છે તે કહ્યું. આ આંકડો છેલ્લા સર્વેના ૬૩. ર ટકાના આંકડા કરતા વધારે છે.

(3:48 pm IST)