Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

૩૦ રૂપિયા લેવામાં ૫૦,૦૦૦ ગુમાવ્‍યા

મુંબઇ, તા.૧૬: વિરારમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝનની દીકરીનાં લગ્ન હોવાથી તેઓ બૅન્‍કમાં પૈસા કઢાવવા ગયા હતા. પૈસા કઢાવીને ઘરે પાછા આવતી વખતે એક યુવાન તેમની પાસે આવ્‍યો હતો અને કહ્યું હતું કે તમારી દસ રૂપિયાની નોટો નીચે પડી ગઈ છે. એ ઉપાડવા જતાં તેમના હાથમાં પકડેલી પૈસાની થેલી લઈને તે યુવાન નાસી ગયો હતો. છેતરપિંડીનો શિકાર થયેલા સિનિયર સિટિઝને વિરાર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિરાર-ઈસ્‍ટમાં ગ્‍લોબલ સિટી અગરવાલ પૅરૅમાઉન્‍ટ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના જિતેન્‍દ્ર ઘેલાણીએ કરેલી ફરિયાદ અનુસાર તેમની પુત્રી પાયલનાં લગ્ન હોવાથી તેઓ વિરાર-વેસ્‍ટમાં વિવા કૉલેજ રોડ પર આવેલી બેન્‍ક ઓફ ઇન્‍ડિયામાં પૈસા કઢાવવા ગયા હતા. ત્‍યાં ૫૦,૦૦૦ રૂપિયા કઢાવ્‍યા પછી તેઓ બેન્‍કની બહાર ઘરે જવા માટે પોતાના સ્‍કૂટર પર બેસવા જતાં હતા ત્‍યારે એક યુવાન તેમની પાસે આવ્‍યો અને કહ્યું કે કાકા, તમારા પૈસા પડી ગયા છે. તે યુવાને એમ કહેતાં જિતેન્‍દ્રભાઈએ નીચે પડેલી દસની ત્રણ નોટો પોતાની સમજીને ઉપાડવા ગયા ત્‍યારે બીજા હાથમાં પકડેલી પૈસાની થેલી લઈને યુવાન નાસી ગયો હતો. થોડી વાર પછી છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વિરાર પોલીસ સ્‍ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.

(4:06 pm IST)