Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મદ્રેસાઓમાં રાષ્‍ટ્રગાન ગવડાવવાના નિર્ણયનું સ્‍વાગત... પરંતુ દેશભકિત-રાષ્‍ટ્રવાદ マદયથી આવવો જોઇએ

નવી દિલ્‍હી, તા., ૧૬: કર્ણાટક વકફ બોર્ડના અધ્‍યક્ષ એન.કે.મોહમ્‍મદ શફી સાદીએ કહયું કે ઉચ્‍ચતમ ન્‍યાયાલયના ફેંસલાના પરીપેક્ષ્યમાં અજાન ઉપર ઉચિત નિર્ણય લેવાશે. સાદીએ કહયું કે, મસ્‍જીદો ઉપર લાઉડ સ્‍પીકરના ઉપયોગ બારામાં કર્ણાટક સરકારે સુપ્રિમ કોર્ટના આદેશ સંદર્ભે પરીપત્ર બહાર પાડયો છે. જેને લઇને માત્ર સવારની અજાન પ્રભાવીત થશે. વકફ બોર્ડે હાલ તુર્ત કોઇ નિર્ણય લીધો નથી.
દક્ષિણ કન્નડ અને ઉડીપી જીલ્લામાં ઉલેમાઓ (વિદ્વાનો) સાથે આજ અને કાલે ચર્ચા કર્યા બાદ યોગ્‍ય નિર્ણયય લેવાશે. તેમણે કહયું કે, વકફ બોર્ડે ગયા વર્ષે ૧૭ માર્ચ ના તમામ મસ્‍જીદોને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા પરીપત્ર કર્યો હતો. પરંતુ હિન્‍દુ સંતો સામે એ કહેતા ચિંતા દર્શાવી કે પ્રતિબંધ માત્ર અજાન નહિ પરંતુ મંદિરોમાં પૂજા -અનુષ્‍ઠાન માટે પણ હાનીકારક છે.
સાદીએ કહયું કે, વકફ બોર્ડ મદરસોમાં રાષ્‍ટ્ર ગાનના હુકમનું સ્‍વાગત કરે છે. પરંતુ રાષ્‍ટ્રવાદ અને દેશભિકત અંદરથી નિકળી જોઇએ નહિ કે થોપવી પડે.

 

(3:39 pm IST)