Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

નરેન્‍દ્રભાઈએ નેપાળના લુમ્‍બીની ખાતે મહામાયાદેવીના મંદિરમાં ભાવપૂર્વક દર્શન કર્યા

આજે સવારે વડાપ્રધાતન નરેન્‍દ્રભાઈ મોદીએ લખનો ખાતે મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથના નિવાસસ્‍થાન ઉપર ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાનો સાથે વાતચીત કરી હતી તે પછી તરત જ બુદ્ધપૂર્ણિમાના અવસર ઉપર નેપાળ ખાતે લુમ્‍બીનીના પ્રવાસે ઉપડી ગયા હતા. ૨૦૧૪માં સત્તા સંભાળ્‍યા પછી નરેન્‍દ્રભાઈની આ પાંચમી નેપાળ યાત્રા છે. લુમ્‍બીની ખાતે પહોંચીને નરેન્‍દ્રભાઈએ ખૂબ જ ભાવપૂર્વક મહામાયાદેવી મંદિરમાં દર્શન કર્યા હતા. વડાપ્રધાન શ્રી એ બુદ્ધપૂર્ણિમાના દિવસ ઉપર આજે સમગ્ર દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. તેમણે કહેલ કે ભગવાન બુદ્ધના વિચારો વિશ્વને વધુ શાંતિપૂર્ણ, સદ્દભાવ પૂર્ણ અને ટીકાઉ બનાવી શકે છે. તેમણે ટ્‍વીટ કરીને કહ્યુ હતુ કે ભગવાન બુદ્ધના સિદ્ધાંતોને યાદ કરીએ છીએ અને તેને પૂરા કરવાની પ્રતિબદ્ધતા દોહરાવીએ છીએ. 

(12:38 pm IST)