Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ભાજપ અને સંઘ ઉપર અશોક ગેહલોત તૂટી પડયા : હિંસાની ઘટનાઓ પાછળ સંઘ અને ભાજપ બેકગ્રાઉન્‍ડ ધરાવતા આરોપીઓ છે, ઈટલીથી નથી

કોંગ્રેસની ૩ દિવસની ચિંતન શિબિર પછી રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે ભાજપ અને સંઘ ઉપર મોટા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે અલગ અલગ રાજયોમાં થયેલી હિંસાની ઘટનાઓ પાછળ જે આરોપીઓ છે અને જે પકડવામાં આવી રહ્યા છે તે રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ અને ભાજપના બેકગ્રાઉન્‍ડમાંથી આવે છે. ઈટલીથી નથી આવતા. રાજસ્‍થાનમાં જે ટેન્‍શન સર્જવામાં આવ્‍યુ તેનાથી તોફાનો પ્રસરી શકતા હતા. પરંતુ એક પણ મૃત્‍યુ થઈ શકેલ નથી. તે લોકોએ તોફાનની યોજના ખૂબ બનાવી પરંતુ અમે તેમને નિષ્‍ફળ કરેલ છે. હજુ પણ અમે છોડશુ નહિં. રાજસ્‍થાનમાં જે ઘટના બની છે તેની તપાસ ચાલી રહી છે. તેમનો એજન્‍ડા હિન્‍દુત્‍વનો છે અને તે કારણે તોફાનો કરાવી રહ્યા છે. ચૂંટણી ધ્રુવીકરણ કરાવી રહ્યા છે. અશોક ગેહલોતે કહ્યુ હતુ કે હાલીયા તોફાનોની ઘટનાઓ ઉપર ગૃહમંત્રી અમિત શાહ શા માટે તપાસના આદેશો આપતા નથી.

(12:38 pm IST)