Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

યુનિફોર્મ સીવીલ કોડથી સમાજમાં સૌહાર્દ વધશેઃ આચાર્ય ડો. લોકેશજી

દિલ્હીમાં અસંતુલીત જનસંખ્યા વૃધ્ધી ઉપર સંગોષ્ઠીઃ સંતો-લેખકો-પત્રકારો-અધિવકતા-શિક્ષકો-સામાજીક કાર્યકરો હાજર રહ્યા

નવી દિલ્હી તા. ૧૬ :.. રાજધાની દિલ્હીના કોન્સ્ટીટયુશન કલબ ઓફ ઇન્ડીયામાં ભારત રક્ષા મંચ અને ઇંડોઇ એ તાલીટીકસ દ્વારા અસંતુલીત જનસંખ્યા વૃધ્ધી-સમસ્યા અને સમાધાન વિષય ઉપર આયોજીત સંગોષ્ઠીને અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય ડો. લોકેશજીએ ખાસ અતિથી રૃપે સંબોધન કર્યુ હતું.

સંગોષ્ઠીમાં સંતો, લેખકો, પત્રકારો, અધિવકતાઓ, શિક્ષકો તથા સામાજીક કાર્યકરોએ એક અવાજે સમાન નાગરીક સંહિતાની માંગ કરી હતી. આ વેબીનારમાં સુદર્શન ન્યુઝના એડીટર સુરેશ ચવ્હાણકેહાઇકોર્ટના અધિવકતા મોનીકા અરોડા, લેખક જો દી ક્રુઝ આદીએ મુખ્યરૃપે ભાગ લીધો હતો.

વિશ્વ શાંતિદુત આચાર્ય ડો. લોકેશજીએ જણાવેલ કે રાષ્ટ્રીય એકતા અને સામાજીક સૌર્હાદ માટે સમાન નાગરીક સંહિતા જરૃરી છે. જેનાથી સમાજમાં સૌહાર્દ વધશે તથા અન્યાય, શોષણ, જેવા કૃત્યો ઉપર અંકુશ લાગશે. તેમણે વધુમાં જણાવ્યું કે જનસંખ્યા વિસ્ફોટથી ગરીબી, અભાવ, પર્યાવરણ, પ્રદુષણ જેવી સમસ્યાઓ પણ વધશે.

અસંતુલીત જનસંખ્યાના કારણે સરકારી યોજનાઓ ઊંટના મોઢામાં જીરૃ જેવી સાબીત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને ભારત સરકારે આહવાન કર્યુ છે કે સમાન નાગરીક સંહિતા કાયદો જલ્દીથી જલ્દી સંસદમાં પાસ કરવામાં આવે. સુદર્શન ન્યુઝના એડીટર ચવ્હાણે જણાવેલ કે, અનિયંત્રીત જનસંખ્યા સામાજીક સમરસતા માટે ઘાતક છે, રાષ્ટ્રીય એકતા, અખંડીતા, ભાઇચારો વગેરે ભારતીય સંસ્કૃતિને તેનાથી ખતરો છે.

આ અવસરે ભારત રક્ષા મંચના અધ્યક્ષ કેલકરજી, રાષ્ટ્રહિત સર્વોપરી સંસ્થાના અધ્યક્ષ સોહન ગિરી સહિત ભારત રક્ષા મંચના સમસ્ત પદાધિકારી તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.

(2:40 pm IST)