Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

GST... સરકારે ભૂલો સુધારવા ૧૧૦૦ ફેરફાર કર્યા પણ વેપારીને એકેય તક નહીં

કેટના નેશનલ જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલનું જીએસટી મુદે ઉદબોધન

સુરત, તા.૧૬: કોન્‍ફિડરેશન ઓફ ઓલ ઈન્‍ડિયા ટ્રેડર્સ(કૈટ)ના નેશનલ  જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જીએસટીનો કાયદો ચાર વર્ષ વીતી ગયા બાદ પણ વેપારીઓ માટે સરળ નથી તેવુ જણાવતાં કહ્યુ હતું કે જીએસટી લાગૂ થયા બાદ પોતાની ભૂલો સુધારવા સરકારે ૧૧૦૦ વાર કાયદામાં સંશોધન કર્યા છે પરંતુ વેપારીઓને ભુલ સુધારવા માટેનો એક પણ મોકો નથી આપ્‍યો. જો વેપારીથી રિટર્ન ફાઇલમાં કોઇ ભૂલ થઇ જાય તો મુશ્‍કેલી થઇ જાય છે.

ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત પ્રેસ કોન્‍ફરેન્‍સ દરમિયાન ખંડેલવાલે જીએસટીના કાયદાઓને ક્ષતિપૂર્ણ જણાવતા કહ્યુ છે જીએસટીની જાહેરાત કરવામાં આવી હતી ત્‍યારે ખુબ સરળ કાયદો રહેશે તેવી કલ્‍પના વેપારીઓએ કરી હતી પરંતુ હાલ જે કાયદો છે તેવી કલ્‍પના કોઇએ કરી નહતી. સરકાર પોતાની ભૂલો સુધારવા કુલ ૧૧૦૦ વાર કાયદાઓમાં સંશોધન કર્યા છે પરંતુ વેપારીઓને મોકો નથી અપાતો. જે કુદરતી ન્‍યાયના સિદ્ધાંત વિરોધ છે. સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઈંગના નામે આ કાયદો લાવવામાં આવ્‍યો હતો પરંતુ આ કાયદો વેપારીઓ માટે સમસ્‍યા સમાન બની ગયો છે. અધિકારીઓ કહે છે કે જીએસટીના ફોર્મ ખુબ સરળ બનાવવામાં આવ્‍યા છે, પરંતુ કોઇ મંત્રી પણ સીએની મદદ વગર ભરી શકે નહી. જીએસટીના કાયદાઓ સરળ બનાવવા જોઇએ. જો કોઇ વેપારી જાણી જોઇને કાયદાનું પાલન નહી કરે તો તેને દંડ આપવો જાઇએ. પરંતુ હાલ જે રીતની વ્‍યવસ્‍થા છે તેમાં જીએસટીના કાયદાને લઇ ફરીથી સમીક્ષા કરવાની જરૂર છે. વધુમાં જણાવતા તેમણે કહ્યુ હતું કે ઇ-કોમર્સ ક્ષેત્રે સંકળાયેલી કંપનીઓ કેટલીક મોટી બેંકો અને બ્રાન્‍ડેડ કંપનીઓ સાથે મળીને ખોટી રીતે વેપાર કરી રહી છે. જેને લીધે નાના વેપારીઓને પણ નુકશાન થઇ રહ્યુ છે. આ સંદર્ભે અમે સરકારમાં એમ્‍પાવર રેગુલેટરી ઓથોરિટી બનાવવાની માંગ કરી છે. યુક્રેન-રશિયા વચ્‍ચેના યુદ્ધની અસરોનો લાભ ભારતના ઉદ્યોગકારો લઇ શકે છે

(11:46 am IST)