Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રિલાયન્‍સનું નામ ભારતના ઘરે ઘરે ગૂંજશેઃ ૩૦ બ્રાન્‍ડ ખરીદી લેશ

મુકેશ અંબાણી આવનારા દિવસોમાં કંઇક એવું કરવા જઇ રહ્યા છે કે : યૂનિલિવર અને નેસ્‍લેને આપશે ટક્કરઃ બનાવશે ૬૦ બ્રાન્‍ડનું પોર્ટફોલિયો

મુંબઇ, તા.૧૬: રિલાયન્‍સ હવે ઘરે-ઘરે પહોંચવાની તૈયારીમાં છે. ત્‍યારે આ સમગ્ર પ્‍લાનિંગ ઇન્‍ડિયાના અંદાજિત ૯૦૦ અરબ ડોલરના રિટેઇલ સેક્‍ટરનો મોટો પ્‍લેયર બનવાથી જોડાયેલ છે અને તેના રિટેલનો આખો બિઝનેસ સબ્‍સિડિયરી કંપની રિલાયન્‍સ રિટેઇલની અંડર આવે છે.

પરંતુ હવે રિલાયન્‍સનું પ્‍લાનિંગ રિટેલરથી આગળ વધીને કન્‍ઝ્‍યૂમર ગુડ્‍સ કંપની બનવાનું છે. જેથી તેઓ Unilever, Pepsico, Nestle અને Coca-Cola જેવી મોટી ઇન્‍ટરનેશનલ કંપનીઓને ટક્કર આપી શકે છે. રૉયટર્સે સમાચાર આપ્‍યા છે કે તેના માટે રિલાયન્‍સ એક નવું વર્ટિકલ Reliance Retail Consumer Brandsને આગળ વધારી રહી છે. કંપની આગામી ૬ મહિનામાં ગ્રોસરી, હાઉસહોલ્‍ડ અને પર્સનલ કેરથી જોડાયેલા ૫૦-૬૦ બ્રાન્‍ડના પોર્ટફોફિયો બનાવવાનો પ્‍લાન બનાવ્‍યો છે.

માહિતી અનુસાર, હજુ કંપની ઇન્‍ડિયાના ૩૦ પૉપુલર લોકલ કન્‍ઝ્‍યૂમર બ્રાન્‍ડ સાથે અંતિમ તબક્કાની વાતચીતના દોરમાં છે. આ તો કંપની આ બ્રાન્‍ડને સમગ્ર રીતે ખરીદશે અથવા તો પછી તેની સાથે  જ્‍વોઇન્‍ટ વેન્‍ચર પણ બનાવી શકે છે, જેથી વેચાણમાં ભાગીદારી મળે. જોકે આ બ્રાન્‍ડની ડીલ માટે કંપની કેટલા કરોડ ખર્ચ કરવા જઇ રહી છે, તેની ડિટેઇલ તો સામે નથી આવી,પરંતુ રૉયટર્સના સૂત્રોના હવાલાથી માહિતી આપી છે કે કંપનીએ રિટેઇલ બિઝનેસના વાર્ષિક સેલ ૫૦૦ અરબ ડૉલર રાખવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. જોકે આ અંગે રિલાયન્‍સે કોઈ ટિપ્‍પણી નથી કરી.

રિલાયન્‍સ રિટેલ હજુ આખા દેશમાં અંદાજિત ૨૦૦૦ ગ્રૉસરી સ્‍ટોર ચલાવે છે. ત્‍યારે તેમના ઈ-કૉમર્સ પ્‍લેટફોર્મ Jio Mart પણ ઝડપથી વધી વધી રહ્યું છે. હજુ કંપની પોતાના સ્‍ટોર પર અન્‍ય કંપનીઓના જ પ્રોડક્‍ટનું વધુ પડતુ વેચાણ કરે છે, જ્‍યારે તેમનું ખુદનું લેબલ ઘણુ ઓછું જ છે. પરંતુ કંપની ઇચ્‍છે છે કે રિલાયન્‍સની પહોંચ દેશના તમામ ઘર સુધી થાય, મતલબ કે દેશના તમામ ઘરમાં રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીની કોઈને કોઇ બ્રાન્‍ડ હોય, જેમ હાલ યુનિલિવર દાવો કરે છે કે દર ૧૦ ભારતીય ઘરોમાં ૯માંથી ૧ પ્રોડક્‍ટ ઉપયોગ થાય છે.

રિલાયન્‍સના આ પ્‍લાનિંગ અંગે Ambit Capitalના અલોક શાહનું કહેવું છે કે, જૂની અને મોટી કંપનીના બ્રાન્‍ડ નામ પોતાની ઓળખ છે, તેવામાં તેમની સાથે ટક્કર લેવી મોટો પડકાર છે. એટલા માટે જો રિલાયન્‍સ બીજી રીત અપનાવે છે, તો તેમના માટે પોતાના સ્‍તરને ઝડપથી વધારવું પડશે. પરંતુ કંપનીને ડિસ્‍ટ્રીબ્‍યૂશન અને પ્રાઇસિંગના મોર્ચે તગડુ કામ કરવું પડશે.

રિલાયન્‍સના મોટા રિટેઇલ પ્‍લાન અંગે કંપનીના હાયરિંગ પ્રોસેસથી પણ ખબર પડે છે. LinkedIn પર તાજી માહિતીના હિસાબે હાલમાં Danone અને Kellogg જેવી કંપનીના અનેક મોટા અધિકારીઓએ હાલમાં રિલાયન્‍સ જોઇન કર્યું છે. ત્‍યારે રિલાયન્‍સે હાલમાં પોતાના એક જોબ એડમાં કહ્યું છે કે, ૧૦૦ શહેરો અને વિસ્‍તારોમાં મિડ-લેવલના સેલ્‍સ મેનેજર્સ જોઈએ, જે સામાન્‍ય રીતે ડિસ્‍ટ્રીબ્‍યૂટર્સ અને મર્ચન્‍ટ્‍સને મેનેજ કરવાનું કામ કરે છે. કંપની શરૂઆતમાં સ્‍ટેપલ, પર્સનલ કેર, બેવરેજેસ અને ચૉકલેટ કેટેગરીમાં પોતાની બ્રાન્‍ડ ઉતારી શકે છે.

(10:39 am IST)