Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રિલાયન્‍સના ૧૬૦ પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ કરાયુ

નવી દિલ્‍હી તા. ૧૬ : ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાને કારણે રાજયભરમાં આવેલા રિલાયન્‍સના ૧૬૦ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરાયું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્‍યા છે. વધતા ભાવોની આડઅસર જોવા મળી રહી છે.

રવિવારે અમદાવાદ સહિત રાજયના રિલાયન્‍સ પેટ્રોલ પંપથી પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્‍યું હતું. સમગ્ર રાજયમાં રિલાયન્‍સના ૧૬૦ પેટ્રોલ પંપ છે. અમદાવાદમાં રિલાયન્‍સ પેટ્રોલ પંપ પર ટુ-વ્‍હીલરમાં માત્ર એક લિટર જયારે ફોર-વ્‍હીલરમાં ૫૦૦ રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું.

ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ અંગે જણાવ્‍યું હતું કે, રિલાયન્‍સ ઉપરાંત ખાનગી ક્ષેત્રના એસઆર કંપની અને સેલ કંપનીના પણ પેટ્રોલ પંપ છે. જે મુશ્‍કેલી રિલાયન્‍સને પડી રહી છે તે આ કંપનીઓને પણ પડવાની છે. રાજયમાં એસઆરના આશરે ૧૫૦૦ અને સેલના આશરે ૬૦ પેટ્રોલ પંપ છે. રાજયમાં આશરે ૪ હજાર સરકારી કંપનીના પેટ્રોલ પંપ છે. હાલ સરકારી પેટ્રોલ પંપ પર ઝાઝી અસર જોવા મળશે નહીં. ૨૦૦૮માં પણ રિલાયન્‍સ પેટ્રોલ પંપ બંધ થયાં હતાં.

(12:14 pm IST)