Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રશિયા આગામી ૩૦ દિવસ સુધી યુક્રેનમાં આગળ વધી શકે તેવી શક્યતા નથી: યુકે ડિફેન્સ ઇન્ટેલિજન્સની જાહેરાત

ફેબ્રુઆરી પછીથી રશિયાને તેના ભૂમિદળનો એક તૃતીયાંશ ભાગ ગુમાવવો પડ્યો છે

યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે, યુકેની સંરક્ષણ ગુપ્તચર સંસ્થાએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી પછીથી રશિયાને તેના ભૂમિદળનો એક તૃતીયાંશ ભાગ ગુમાવવો પડ્યો છે.

ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે "રશિયન દળો વધુને વધુ નબળી થઈ રહેલી સક્ષમ ક્ષમતાઓ, નિમ્ન મનોબળ અને નબળી પડેલ  લડાઇ અસરકારકતાનેર લીધે  વધુને વધુ અવરોધિત થયેલ છે."
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન સામે "ખાસ લશ્કરી કાર્યવાહી" જાહેર કરી હતી અને રશિયન સૈનિકોએ પાડોશી દેશ પર આક્રમણ કર્યું હતું, જો કે, આ  આક્રમણને યુક્રેનની સેનાના ઉગ્ર પ્રતિકારનો સામનો કરવો પડ્યો છે.

 

(11:23 pm IST)