Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

પેશાવરમાં મસાલાની દુકાન ચલાવત બે સિખ ભાઈઓની ગોળી મારીને હત્યા

મોટરસાયકલ પર આવેલા બે હુમલાખોરો તેમને ગોળી મારીને ભાગી ગયા

પાકિસ્તાનમાં લઘુમતીઓને ભયભીત કરનાર વધુ એક ઘટના બની છે.પાકિસ્તાનના પેશાવરમાં મસાલાની દુકાન ચલાવતા બે સિખ ભાઈઓની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.સુલજીત સિંહ અને રંજીત સિંહ નામના બે ભાઈઓ દુકાનમાં હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે હુમલાખોરો તેમને ગોળી મારીને ભાગી ગયા હતા.

ખૈબર પખ્તૂનખાના મુખ્યમંત્રીએ પણ આ ઘટના બાદ આકરી કાર્યવાહીના આદેશો આપીને કહ્યુ છે કે, હુમલાખોરો ભાગી નહીં શકે.આ ઘટના શહેરની શાંતિને ડહોળવા માટેનો પ્રયાસ છે.

જોકે સરકાર ગમે તેટલા આશ્વાસન આપે પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર નવી વાત નથી.આઠ મહિના પહેલા પણ આ જ રીતે સિખ વેપારી હકીમ સરદાર સતનામસિંહે પોતાની દવાની દુકાન પર બેઠા હતા ત્યારે હુમલાખોરોએ તેમની આ જ રીતે હત્યા કરી નાંખી હતી.

એક અંદાજ પ્રમાણે પાકિસ્તાનના પેશાવર શહેરમાં સિખ સમુદાયની 15000 જેટલી વસતી છે અને મોટાભાગના લોકો વ્યવસાયી છે.

(11:06 pm IST)