Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

યુદ્ધ બંધ થવાનો આધાર અમારા સાથીઓ યુરોપીય દેશો અને સમગ્ર વિશ્વ પર આધારિત છે : ઝેલેનસ્કી

ઝેલેનસ્કી એ કહ્યું - આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તે કોઈ કહી શકે તેમ જ નથી તેનો આધાર દુર્ભાગ્યે માત્ર અમારા લોકો ઉપર જ નથી

કીવ : ફેબુ્રઆરી ૨૪ના દિવસે રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું ત્યારથી રશિયા તેના તે પગલાનો બચાવ કરી રહ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિને બચાવમાં કહ્યું હતું કે, સ્પેશ્યલ મિલિટરી ઓપરેશન જરૂરી એટલા માટે હતું કે અમેરિકા રશિયાને ભયભીત કરવા યુક્રેનનો ઉપયોગ કરી રહ્યું હતું.આથી ક્રેમિલને રશિયન ભાષીઓ ઉપર થતા જુલ્મને અટકાવવા અને તેનો બચાવ કરવા આ પગલા ભરવા પડે તેમ જ હતાં.

દરમિયાન યુક્રેન યુદ્ધ ૧૨મા સપ્તાહમાં પ્રવેશી ચૂકયું છે ત્યારે યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેનસ્કીએ શુક્રવારે રાત્રે કહ્યું હતું કે, આ યુદ્ધ કેટલું લાંબું ચાલશે તે કોઈ કહી શકે તેમ જ નથી. રાષ્ટ્રજોગ કરેલા રાત્રિ સંબોધનમાં તેમણે વધુમાં કહ્યું હતું કે, આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તે કોઈ કહી શકે તેમ જ નથી તેનો આધાર દુર્ભાગ્યે માત્ર અમારા લોકો ઉપર જ નથી કે જેઓ તેમની તમામ શક્તિઓ આપી રહ્યા છે છતાં (યુદ્ધના અંતનો) તેનો આધાર તો અમારા સાથીઓ, યુરોપીય દેશો અને સમગ્ર મુક્ત જગત ઉપર રહેલો છે.

તા. ૨૪ ફેબુ્રઆરીએ યુક્રેન ઉપર રશિયાએ આક્રમણ શરૂ કર્યું ત્યારથી તેના પગલાનો બચાવ કરતું જ રહ્યું છે. પ્રમુખ વ્લાદીમીર પુતિને કહ્યું હતું કે, આ સ્પેશ્યલ મિલિટરી ઓપરેશન એટલા માટે અનિવાર્ય બન્યું હતું કે અમેરિકા, યુક્રેનનો ઉપયોગ મોસ્કો અને ક્રેમ્લિનને ભયભીત કરવા માગતા હતા તે ઉપરાંત (યુક્રેન)માં ત્યાં રશિયાભાષી લોકો ઉપર થઈ રહેલા અત્યાચારો દૂર કરવા રશિયા માગતું હતું. પુતિને વધુમાં કહ્યું હતું કે, યુક્રેનમાં રશિયાદ્વારા થઈ રહેલા માનવ અધિકાર ભંગના આક્ષેપો કરાય છે. તેને પગલે યુનાઇટેડ નેશન્સ, હ્યુન રાઇટ કાઉન્સિલ (UNHRC)નો માનવ અધિકાર ભંગ માટે તપાસ પણ શરૂ કરી દીધી છે.

આ તબક્કે આપણે યુક્રેન યુદ્ધની વર્તમાન સ્થિતિ મુજબ .

(૧) ઝેલેન્સ્કીએ જાહેર કર્યું છે કે, યુક્રેનના દળોએ રશિયન દળોના કબજામાંથી ગામો, શહેરો પાછા મેળવ્યા છે તેમજ દેશમાં વીજળી, પીવાના પાણી, ટેલિફોન તથા અન્ય શહેરો પાછા મેળવ્યા છે. તેમજ દેશમાં સંચાર વ્યવસ્થાપુન: સ્થાપિત કરવાની કાર્યવાહી ચાલે છે.

(૨) ડોનબાર વિસ્તારમાં રશિયાની બખ્તરીયા ટુકડી ડોનબાસ વિસ્તારમા એક નદી ઓળંગવા જતી હતી ત્યારે યુક્રેની દળોએ તેનો નાશ કર્યો હતો. હવે યુક્રેન સિવરન્સ્કી ડોનેન્ઝ નદી આસપાસના ૪૦ કી.મી. પૂર્વ દિશાના પ્રદેશ ઉપર પૂરેપૂરો કબ્જો ધરાવે છે.

(૩) રશિયાના સંરક્ષણ મંત્રી સર્જી શોઈગુએ અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉઇડ ઓસ્ટિન સાથે શુક્રવારે ફોન ઉપર વાતચીત કરી હતી. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી બંને દેશોના ટોચના અધિકારીઓ વચ્ચેની આ સૌથી મહત્ત્વની વાતચીત હતી પરંતુ તેમાં રશિયાના આક્રમણમાં કોઈ ફેરફાર થાય તેવા સંકેતો મળ્યા ન હતા.

(૪) યુરોપિયન યુનિયને યુક્રેનને અર્ધા અબજની લશ્કરી સહાય કરવાનું વચન આપ્યું છે. આથી શુક્રવારે જ ઝેલેન્સ્કીએ યુક્રેનના સહભાગીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સામે રશિયા ઉપર મુકાયેલા અન્ય કડક પ્રતિબંધો માટે પ્રશંસા કરી હતી.

(૫) યુક્રેનના વિદેશ મંત્રી દીમિત્રો ફુલેવાએ કહ્યું હતું કે તેમણે G-7 દેશોને જણાવ્યું હતું કે તેમના દેશોમાં રહેતા રશિયનોની મિલ્કતો જપ્ત કરી તે યુક્રેનને સોંપવી

(10:58 pm IST)