Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

દેવસહાયમ પિલ્લાઈને પૉપ ફ્રાન્સિસે સંત જાહેર કર્યા: ભારતના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય વ્યક્તિને મળી સંતની પદવી

દેવસહાયમ પિલ્લાઈ જન્મે હિન્દુ હતા 18મી સદીમાં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.સંતની પદવી મેળવનારા તેઓ પહેલા આમ ભારતીય બન્યા

વેટિકન: ભારતના ઈતિહાસમાં પહેલી વખત કોઈ ભારતીય વ્યક્તિને પોપ ફ્રાન્સિસે સંતની પદવી આપી છે.આ પદવી દેવસહાયમ પિલ્લાઈને મળી છે.આજે પોપ ફ્રાન્સિસે તેમને સંત જાહેર કર્યા હતા.દેવસહાયમ પિલ્લાઈ જન્મે હિન્દુ હતા પણ 18મી સદીમાં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.સંતની પદવી મેળવનારા તેઓ પહેલા આમ ભારતીય છે.

પોપ ફ્રાન્સિસે રવિવારે વેટિકનમાં સેન્ટ પીટર્સ બેસિલિકામાં જેમને સંતની પદવી અપાઈ હતી તેવા 6 લોકોના નામે જાહેર કર્યા હતા અને તેમાં દેવસહાયમ પિલ્લાઈનો સમાવેશ થતો હતો.

દેવસહાયમ પિલ્લાઈનો જન્મ કન્યાકુમારી જિલ્લામાં એક નાયર પરિવારને ત્યાં 23 એપ્રિલ, 1712માં થયો હતો.તેમણે 1745માં ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યા બાદ તેમને લાજર નામ આપવામાં આવ્યુ હતુ.જેનો અર્થ ભગવાનની મદદ માટે છે તેવો થાય છે.

વેટિકનનુ કહેવુ છે કે, દેવસહાયમ પિલ્લાઈએ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરતી વખતે જાતિવાદના કારણે સર્જાતા મતભેદોને બાજુ પર મુકીને સમાનતા લાવવા પર ધ્યાન આપ્યુ હતુ અને આ દરમિયાન તેમણે મુશ્કેલીઓનો સામનો પણ કર્યો હતો.1749માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.આમ છતા તેમણે પોતાનુ કામ ચાલુ રાખ્યુ હતુ.14 જાન્યુઆરી,1752 તેમને ગોળી મારી દેવામાં આવી હતી.

તામિલનાડુના કન્યાકુમારી જિલ્લાના કોટ્ટાર સાથે તેમનુ જીવન અને આખરી દિવસોનો સમય જોડાયેલો હતો.

   
(10:46 pm IST)