Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સત્તા પર આવીશું તો ઈવીએમ હટાવીશું: બેલેટ પેપરથી કરાવશું ચૂંટણી :ચિંતન શિબિરમાં કોંગ્રેસનો મોટો સંકલ્પ

ઉદેપુરમાં ચાલી રહેલી ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પણ ઇવીએમ સામે કોંગ્રેસની નારાજગી

રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં કોંગ્રેસે ઘણા મહત્વના ઠરાવો કર્યા છે. શિબિરના છેલ્લે દિવસે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ભાષણ આપ્યું હતું. અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ ઘણા સમયથી ઈવીએમ પર સવાલ ઉઠાવી રહી છે. ઉદેપુરમાં ચાલી રહેલી ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પણ ઇવીએમ સામે કોંગ્રેસની નારાજગી જોવા મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ ઈવીએમ પર પ્રતિબંધ મુકવાનો સંકલ્પ કર્યો છે. સરકાર બન્યા બાદ કોંગ્રેસ બેલેટ પેપર પર ચૂંટણી યોજશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પણ રવિવારે કહ્યું હતું કે તેમની પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) દૂર કરીને બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવાનું વચન આપવું જોઈએ. આ મુદ્દાને પણ લોકો વચ્ચે લઈ જવો જોઈએ.
પક્ષની ચિંતન શિબિર માટે રચાયેલી રાજકીય બાબતોની સંકલન સમિતિના સભ્ય ચવ્હાણે કહ્યું હતું કે આ તેમનો અંગત અભિપ્રાય છે, પરંતુ ઘણા નેતાઓ પણ આ માટે સંમત થયા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "ઇવીએમ પર ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણી ધમાલ ચાલી રહી છે. મારો અંગત અભિપ્રાય એ છે કે વડા પ્રધાન મોદી આગ્રહ કરીને તેને દૂર નહીં કરે. આપણે તેમને હરાવવાના છે. અમારે અમારા ચૂંટણી ઢંઢેરામાં લખવું પડશે કે જો અમે સત્તામાં આવીશું તો ઇવીએમ હટાવીને બેલેટ પેપર તરફ જઇશું."

(9:56 pm IST)