Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રશિયન વેક્સીન સ્પૂતનિકનો બીજો જથ્થો ભારત પહોંચ્યો : વર્ષે 85 કરોડ ડોઝ ઉત્પાદનની આશા

સ્પૂતનિક V વેક્સીન આવતા અઠવાડિયાથી બજારમાં મળશે.

નવી દિલ્હી : રશિયાની કોરોના વાયરસની વેક્સીન સ્પૂતનિક V નો બીજો જથ્થો  ભારત પહોચી ગયો છે. આ હૈદરાબાદમાં વિમાનથી લાવવામાં આવ્યો છે. આ સાથે જ ભારતમાં રશિયાના રાજદૂત એન કુદાશેવે કહ્યુ છે કે ભારત સ્પૂતનિક V વેક્સીનનું ઉત્પાદન વધારીને દર વર્ષે 85 કરોડ ડોઝ સુધી કરવાની આશા છે.

રશિયાના રાજદૂતે કહ્યુ કે સ્પૂતનિક V રશિયન-ભારતીય વેક્સીન છે. આ સાથે જ આશા છે કે ભારતમાં તેનું ઉત્પાદન ઝડપથી વધશે. આ સિવાયા તેમણે એમ પણ કહ્યુ કે જલ્દી રશિયાની સિંગલ ડોઝ કોરોના વેક્સીન સ્પૂતનિક લાઇટને પણ લાવવાનો પ્લાન છે.

રશિયાના રાજદૂતે કહ્યુ, રશિયામાં જુલાઇ, 2020થી લોકોના રસીકરણ માટે આ વેક્સીનનો ઉપયોગ થઇ રહ્યો છે. રશિયાના તબીબોએ કહ્યુ છે કે આ કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરૂદ્ધ પ્રભાવી છે.

રવિવારે હૈદરાબાદમાં સ્પૂતનિકનો બીજો જથ્થો પહોચશે. બીજી તરફ ભારતમાં પ્રથમ જથ્થો 1 મેએ સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીની ક્લિયરન્સ બાદ પહોચ્યો હતો. દેશમાં વેક્સીનની કમી વચ્ચે ગુરૂવારે કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે સ્પૂતનિક V વેક્સીન આવતા અઠવાડિયાથી બજારમાં મળશે.

(6:46 pm IST)