Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

ગોવા અને મુંબઇ વચ્ચેના સાગરકાંઠે વાવાઝોડું તૌકતે હલચલ મચાવી રહયુ છે

બપોરે ૩.૪૦ વાગે લેવાયેલ ઈન્સેટ તસવીરમાં સાયકલોન તૌકતે ગોવા અને મુંબઈ વચ્ચે જોવા મળે છે. સમગ્ર દરિયાકાંઠે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. ભયંકર વાવાઝોડું સૌરાષ્ટ્રના સાગર કાંઠા તરફ ધસમસી રહ્યું છે. તમામ બંદરોને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં બે દિવસ માટે રસીકરણ પણ બંધ કરી દેવાયું છે.

(4:22 pm IST)