Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

બાગબાન ફેમ અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્નીને માર્ગ અકસ્માત નડતા દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ

તેમની કાર સાથે એમ્બ્યુલન્સ અથડાઇ : પત્નીને પગમાં ફ્રેકચર થયું એબ્લયુલન્સના ડ્રાઇવરની ધરપકડ

નવી દિલ્હી: મહાનાયક અમિતાભ બચ્ચનની બાગબાન જેવી સુપરહિટ ફિલ્મમાં દમદાર એક્ટિંગ કરીને લોકોના હ્રદય જીતી લેનારા અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્ની પ્રોમિલાનો રોડ એક્સિડન્ટ થયો છે. તેમની કારની એક એમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ. બંને અકસ્માતમાં ઘાયલ થયા છે અને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સાહિલ અને તેની પત્ની પ્રોમિલા 12 મી મેના રોજ મુંબઈની ઝેવિયર્સ કોલેજ પાસે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે ઝડપથી સામેથી આવતી એક એમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ. આ રોડ અકસ્માતમાં પ્રોમિલાના પગમાં બે ફ્રેક્ચર થયા છે. જ્યારે સાહિતના પેટ અને જાંઘ પર ખુબ ઈજાઓ થઈ છે.

અત્રે જણાવવાનું કે તાજેતરમાં સાહિલ ચઢ્ઢાઅને પ્રોમિલા બંને કોવિડ 19 પોઝિટિવ થયા હતા. ત્યારબાદ 20 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહ્યા હતા અને પછી નોર્મલ લાઈફમાં પાછા ફર્યા. પરંતુ ભાગ્યને કઈક બીજું જ મંજૂર હતું અને તેમનો અકસ્માત થયો. મળતી માહિતી મુજબ સાહિલની ઈજાઓ ગંભીર નથી અને તે બે ચાર દિવસમાં હોસ્પિટલથી ઘરે પાછો ફરશે.

આ અકસ્માત અંગે વાત કરતા સાહિલે ઈ ટાઈમ્સને કહ્યું કે જીવનનો એક મોટો અકસ્માત ટળી ગયો છે. ઈશ્વરના આશીર્વાદથી બહુ ઈજા થઈ નથી. જે પણ કઈ થયું તે ખુબ ચોંકાવનારું અને ડરામણું હતું. આ સાથે જ સાહિલે એમ પણ કહ્યું કે પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પકડી લીધો છે.

(12:15 pm IST)