Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનું નિધન: કોરોના થયા પછી વેન્ટિલેટર ઉપર હતા

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાને કારણે નિધન થયુ છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણાતા રાજીવ સાતવ 22 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, ત્યારે સાતવે કહ્યુ હતું કે તેમની અંદર સામાન્ય લક્ષણ જોવા મળ્યા બાદ તપાસ કરાવી હતી જેમાં તે કોરોના સંક્રમિત તયા હતા. કોરોના સંક્રમિત થયા બાદ રાજીવ સાતવને પૂણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તે વેન્ટિલેટર પર હતા.

  • કોણ હતા રાજીવ સાતવ?

રાજીવ સાતવ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સભ્ય હતા. આ પહેલા તે લોકસભા સાંસદ હતા. મહત્વપૂર્ણ છે કે 2014ની ચૂંટણીમાં તે મહારાષ્ટ્રના હિંગોલીથી ચૂંટાયા હતા. આ સિવાય સાતવ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા.

  • કોંગ્રેસના આ દિગ્ગજ પણ થઇ ચુક્યા છે કોરોના સંક્રમિત

સાતવ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાજ્યસભાના કોંગ્રેસના ઉપ નેતા આનંદ શર્મા, પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, સીનિયર નેતા દિગ્વિજય સિંહ, અધીર રંજન ચૌધરી, શશિ થરૂર અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પણ કોરોના સંક્રમિત થયા હતા.

(11:22 am IST)