Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

અંતે વોટ્સએપે નમતું જોખ્યું: નવી પોલીસી નહિ સ્વીકારનાર તમામ યુ ઝરને પણ હાલના તમામ ફીચર રાબેતા મુજબ જ મળશે

 

ફોટો વોટ્સએપ

નવી દિલ્હી : ફેસબુકની માલિકીના વોટ્સએપે અંતે તમામ દ્વિધા  ઉપર ફુલ સ્ટોપ મૂકી દેતા જાહેર કર્યું છે કે જે લોકો વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી સાથે સંમત નહીં થાય તેઓ વોટ્સએપના એક પણ ફીચરની સવલતો ગુમાવશે નહીં

(12:45 am IST)
  • વિખ્યાત મિટિયોરોલોજિસ્ટ અક્ષય દેઓરસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે સાયક્લોન તૌક્તે, દક્ષિણ ગુજરાતના માંગરોળ અને જાફરાબાદ વચ્ચે 17 મે રાત્રિના 9 વાગ્યે અને 18 મે સવારે 3 વાગ્યે ના રોજ લેન્ડફોલ કરશે. વર્તમાન આગાહી સૂચવે છે કે સાયકલોન લેન્ડફોલ દરમિયાન 3 કેટેગરીનું હશે. શક્ય છે કે દક્ષિણના ભાગોમાં 200 - 400 મીમીનો કુલ વરસાદ પડે. ગુજરાતના પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લા અને દિવમાં 16 મેની રાતથી જ જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થશે. રાત દરમિયાન પવનની ગતિ અને વરસાદમાં નોંધપાત્ર વધારો થશે. તેમને વધુમાં જણાવ્યું છે કે સૌથી ખરાબ સમયગાળો 17 અને 18 મી બપોર દરમિયાન રહેશે. access_time 4:57 pm IST

  • અમદાવાદમાં સીબીઆઈનો સપાટો: સેન્ટ્રલ ડ્ગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે મેડિકલ ઓફિસર પરાગ ગૌતમ અને આર.મોહન સાડા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા: ઘરે દરોડા પાડી રપ લાખની રોકડ કબજે લીધી : સીડીએસસીઓ કચેરીનાં બે અધિકારી સીબીઆઈની ઝપટે ચડયા છે. એક ફાર્માસ્યુટિકલ કંપની પાસે લાંચ માગી હતી. બંને અધિકારીઓને ત્યાં સીબીઆઇએ દરોડા પાડી વધુ રૂ.૨પ લાખની રોકડ રકમ જપ્ત કરી છે. પરાગ ગૌતમ અને આર.મોહનની ધરપકડ પણ થઈ હોવાનું મંતવ્ય ચેનલ નોંધે છે. બંને સામે ગાંધીનગર ગુનો નોંધાયો છે. એક અધિકારીને ત્યાંથી ૧૪ લાખની રોકડ અને બીજા અધિકારીનાં ઘરેથી ૧૧ લાખની રોકડ રકમ મળી આવી છે. access_time 4:59 pm IST

  • વાવાઝોડું અસર બતાવવા લાગ્યું: આજે બપોર પછી નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે: મહારાષ્ટ્રના નાસિકમાં પણ બપોરે વરસાદ અને પવન ફૂંકાયો હતો access_time 5:19 pm IST